7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. જો તમે પણ DAમાં વધારાની રાહ જોઈ રહ્યા હતા તે ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. સરકાર 1 જુલાઈના રોજ કેન્દ્રીય કર્મચારીઓને ડીએ વધારવાની ભેટ આપી શકે છે.


પગાર 34000 રૂપિયા સુધી વધશે


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે સરકાર DAમાં 5 ટકા સુધીનો વધારો કરી શકે છે. જો 5 ટકાનો વધારો થાય છે, તો તમારા પગારમાં લગભગ 34000 રૂપિયાનો વધારો થશે.


નોંધનીય છે કે  મોંઘવારી ભથ્થામાં વધારો AICPIના ડેટા અનુસાર છે. આ આંકડા પરથી જ નક્કી થાય છે કે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં કેટલો વધારો કરવામાં આવશે. AICPI ઇન્ડેક્સ મુજબ માર્ચ 2022માં તેમાં ઉછાળો આવ્યો છે, જેને જોતા માનવામાં આવી રહ્યું છે કે આ વખતે કર્મચારીઓને ડીએમાં 5 ટકાનો વધારો મળી શકે છે.


 DA 39% હોઈ શકે છે


જો આ વખતે સરકાર મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરે છે તો કર્મચારીઓનો ડીએ 34 ટકાથી વધીને 39 ટકા થઈ જશે. સરકાર વર્ષમાં બે વખત ડીએ વધારો કરે છે. જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે.


એપ્રિલમાં ઇન્ડેક્સ 127ને પાર કરી ગયો હતો


વર્ષ 2022ની શરૂઆતમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં આ ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારથી તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તે જાન્યુઆરીમાં 125.1, ફેબ્રુઆરીમાં 125 અને માર્ચમાં 126 હતો. જો તે મે અને જૂનમાં 127 થી ઉપર રહે તો સરકાર ડીએમાં 5 ટકાનો વધારો કરી શકે છે.


 


WhatsApp UPI Payment: તમે WhatsApp દ્વારા UPI પેમેન્ટ પણ કરી શકો છો, શું તમારી પાસે છે બધી જાણકારી


PIB Fact Check: ભારત સરકાર ભારતીય મિશન રોજગાર યોજના હેઠળ યુવાનોને નોકરી આપી રહી છે! જાણો આ વાયરલ મેસેજનું સત્ય


KUTCH : સરહદ ડેરીની પશુપાલકોને મોટી ભેટ, દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો


ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધોરણ-9 ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ