Google Investment : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે હતાં. આ દરમિયાન પીએમ મોદીએ અનેક ઐતિહાસીક સમજુતિઓ કરી હતી. પીએમ મોદીની આ અમેરિકાના પ્રવાસ દરમિયાન વર્ષોથી પડતર એવી યુદ્ધ વિમાનનોના એન્જીન બનાવવાની સમજુતિને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો. તો ભારત અને અમેરિકા સાથે મળીને અવકાશમાં આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશનની દિશામાં કાર્યરત બનશે તે અંગેનો પણ કરાર કરવામાં આવ્યો હતો. 


આ ઉપરાંત અમેરિકામાં ગુજરાતના અમદાવાદમાં કોન્યુલેટ ખોલશે તેવી જાહેરાત કરી હતી. આ જાહેરાતથી કરોડો ગુજરાતીઓને હવે અમેરિકાના વિઝા માટે મુંબઈનો ધક્કો નહીં ખાવો પડે. હવે ગૂગલે પણ અમદાવાદને મોટી ભેટ આપી છે. 


ગૂગલ તેનું વૈશ્વિક ફિનટેક ઓપરેશન સેન્ટર ગુજરાતમાં ખોલશે. કંપનીના સીઈઓ સુંદર પિચાઈએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ જાહેરાત કરી હતી. આમ હવે ગૂગલને વધુ એક ભેટ આપી છે. તેમણે મોદી સરકારના મુખ્ય અભિયાન 'ડિજિટલ ઈન્ડિયા' માટે વડાપ્રધાનના વિઝનની પણ ભારોભાર પ્રશંસા કરી હતી.


ન્યૂઝ એજન્સી ANIએ સુંદર પિચાઈને ટાંકીને કહ્યું હતું કે, "PM મોદીને તેમની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન મળવું સન્માનની વાત છે. અમે PM મોદી સાથે શેર કર્યું કે, Google ભારતના ડિજિટાઇઝેશન ફંડમાં $10 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે. અમે ગુજરાતમાં અમારા ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલવાની જાહેરાત કરી રહ્યા છીએ.


ગૂગલના સીઈઓએ કહ્યું, "ડિજિટલ ઈન્ડિયા માટે વડાપ્રધાનનું વિઝન તેના સમય કરતાં આગળ હતું અને હવે હું તેને અન્ય દેશો શું કરવા માગે છે તેની બ્લૂ પ્રિન્ટ તરીકે જોઉં છું."


પિચાઈ ઉપરાંત, રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને એપલના સીઈઓ ટિમ કૂક પણ શુક્રવારે પીએમ મોદી અને અમેરિકી પ્રમુખ જો બિડેનને મળ્યા હતા.


ગુજરાતને 23 હજાર કરોડ રૂપિયાની સોગાદ


આ અગાઉ ચિપ બનાવતી અમેરિકન કંપની માઈક્રોન ટેક્નોલોજીએ ગુજરાતમાં નવો સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. આ માટે $2.75 બિલિયનનું રોકાણ કરવામાં આવશે. ભારતમાં માઈક્રોનનું આ પ્રથમ રોકાણ હશે. માઈક્રોન ટેકનોલોજી આ પ્લાન્ટ સ્થાપવા માટે $825 મિલિયનનું રોકાણ કરશે.


માઈક્રોન ટેક્નોલોજીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકારના સહકારને કારણે આ ચિપ સુવિધા સ્થાપિત કરવા માટે કુલ $2.75 બિલિયન (રૂ. 22,540 કરોડ)નું રોકાણ કરવામાં આવશે. જેમાં સરકારના 50 ટકા ભારત, 20 ગુજરાત સરકાર પણ 100 ટકા રોકાણ કરશે. કંપનીએ જણાવ્યું હતું કે, આ નવા પ્લાન્ટનું નિર્માણ 2023માં જ શરૂ થશે અને 2024ના અંત સુધીમાં પ્લાન્ટમાંથી ઉત્પાદન શરૂ પણ થશે. આ ચિપ પ્લાન્ટના બીજા તબક્કા પર કામ આ દાયકાના ઉત્તરાર્ધમાં શરૂ થશે. માઈક્રોન ટેક્નોલોજીએ જણાવ્યું હતું કે, બંને તબક્કામાં 5,000 સીધી નોકરીઓનું સર્જન થશે જ્યારે 15,000 લોકોને આગામી કેટલાક વર્ષો સુધી પરોક્ષ રીતે રોજગાર મળવાનું ચાલુ રહેશે.