નવી દિલ્લીઃ દેશના 4 કરોડ PF ખાતેદારોને નાણાકીય વર્ષ 2016-2017માં પોતાની જમા રકમ પર 8.6 ટકા જ વ્યાજથી સંતોષ માનવો પડશે. કેંદ્રીય શ્રમ મંત્રાલયએ નાણાં મંત્રાલયના સૂચનોને માન્ય રાખી વ્યાજ દરોમાં કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. નાણાકીય વર્ષ 2015-16માં શ્રમ મંત્રાલયે ખાતેદારોને 8.8 ટકાના દરે વ્યાજની ચુકવણી કરી હતી, જ્યારે નાણા મંત્રાલયે તેમા કપા મુકી 8.7 ટકા કરવાની સૂચના આપી હતી.
આ મામલાની જાણકારી રાખનાર સૂત્રોએ જણાવ્યું હતું કે, "નાણા મંત્રાલય દ્વારા શ્રમ મંત્રાલયને કહેવામાં આવ્યું છે કે, EPFના વ્યાજ દરોને તેના દ્વારા કાર્યરત અન્ય બચત યોજનાઓ જેટલી જ રાખવામાં આવે. બંને મંત્રાલય વચ્ચે આ વર્ષે PFના વ્યાજ દરોમાં કાપ મુકીને 8.6 ટકા કરવાની સહમતિ બની છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, EPFO ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધી થનાર આવકની કોઇ જાણકારી નથી આપી. EPFના સેંટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીજની આવકના અનુમાનના આધારે જ વ્યાજ દર નક્કી કરવાનું કામ કરે છે. આ બોર્ડ જ નાણાકીય વર્ષમાં જમા રકમ પર વ્યાજ દર નક્કી કરે છે, ત્યાર બાદ તેને ફાયનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાયજરી બૉડી દ્વાર માંજૂરી આપવામાં આવે છે. આ વ્યાજ દરમાં કરવામાં આવેલો નિર્ણય કર્મચારી સંગઠનને નારાજ કરી શકે છે.