નવી દિલ્હી: શનિવારે નાણાં મંત્રી નિર્માલ સીતારામણે બજેટ રજૂ કર્યું હતું જેમાં અનેક જાહેરાત કરી હતી. જેમાં લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે LICમાં સરકાર પોતાની ભાગીદારી વેચશે. આના માટે સરકાર IPO લાવશે તેવી જાહેરાત કરી હતી.


જોકે બીજી તરફ નિષ્ણાંતો આ નિર્ણયને બજેટની સૌથી મહત્વપૂર્ણ જાહેરાત ગણાવેી રહ્યાં છે. એલઆઈસીનો આઈપીઓ દશકનો સૌથી મોટો આઈપીઓ સાબિત થશે અને ત્યારબાદ એલઆઈસી પૂંજીનાં આધારે દેશની સૌથી મોટી કંપની પણ બની શકે છે જેનું બજાર મૂલ્યાંકન 8 લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

LIC દેશની સૌથી મોટી સરકારી જીવન વીમા કંપની છે. આ દુનિયાની સૌથી મોટી વીમા કંપનીઓમાંથી એક છે. LIC ભારતના 1.3 અરબ લોકોમાંથી લગભગ આના ચોથા ભાગના લોકો સાથે જોડાયેલી છે. કંપની પાસે કુલ 31.10 લાખ કરોડ રૂપિયાના અસેટ અંડર મેનેજમેન્ટ છે. LICનો આઈપીઓને લઈને છેલ્લા કેટલાંય સમયથી ચર્ચાઓ ચાલતી હતી. જોકે આ ચર્ચાનો હવે અંત આવી ગયો છે અને આજે જાહેરાત કરી દીધી છે.

એલઆઈસીને સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કરાવવામાં આવશે તો દેશની સૌથી મોટી સુચિબદ્ધ નાણાં સેવા કંપની બની જશે. આઈપીઓ લાવવા પાછળ સરકારનો ઈરાદો એ છે કે, સરકાર એલઆઈસી પોતાનો હિસ્સો ઘટાડશે. કેન્દ્ર સરકારે પહેલા પણ જાહેરાત કરી ચૂકી છે કે તે પીએસયુ કંપનીઓમાં પોતાની ભાગીદારીને 35 ટકા સુધી જ રાખશે.

માર્કેટ એક્સપર્ટનું માનવું છે કે, એલઆઈસીનો આઈપીઓસ રોકાણકારો માટે મોટી કમાણીવાળો પબ્લિક ઈશ્યૂ સાબિત થશે. સરકાર એલઆઈસીનો IPO લિસ્ટેડ કરીને નાણાં એકત્ર કરશે.