નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2020 શનિવારે રજૂ કર્યું હતું. સરકારે રક્ષા બજેટમાં ચાલુ વર્ષે સામાન્ય વધારો કર્યો છે. આ વખતે રક્ષા બજેટમાં 6 ટકાનો વધારો કરવામાં આવ્યા છે. ઉપરાંત ડિફેન્સ સેકટરનું બજેટ વધારીને 3.37 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે, ગત વર્ષે ડિફેન્સ બજેટ 3.18 લાખ કરોડ રૂપિયા હતું.


રક્ષા મંત્રીએ શનિવારે લોકસભામાં બજેટ રજૂ કરતાં કહ્યું, હથિયારોની ખરીદી અને આધુનિકીકરણ માટે 1,10,734 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જો રક્ષા બજેટમાં રક્ષાકર્મીઓને આપવામાં આવતાં પેન્શનની રકમ ઉમેરી દેવામાં આવે તો રકમ વધીને 4.7 લાખ કરોડ થઈ જાય છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે બજેટને આશાજનક અને પ્રગતિશીલ ગણાવ્યું હતું. તેમણે કહ્યું, નાણા મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું નવા દાયકાનું પ્રથમ બજેટ નવા અને આત્મવિશ્વાસી ભારતની રૂપરેખા રજૂ કરે છે. આશાજનક, સક્રિય અને પ્રગતિશીલ બજેટ છે, જે આગામી વર્ષોમાં ભારતને સમૃદ્ધ બનાવશે.

દિલ્હી ચૂંટણીઃ શાહીનબાગના પ્રદર્શનકર્તાને કેજરીવાલ સરકાર ખવડાવે છે બિરયાનીઃ યોગી આદિત્યનાથ

સુરતઃ મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર તરકાણી ગામ નજીક બસે બાઇક સવારને લીધા અડફેડેટે, બેનાં મોત

આધાર હશે તો તરત જ મળી જશે PAN નંબર, ફોર્મ ભરવાની પણ નહીં પડે જરૂરઃ બજેટ 2020માં થઈ જાહેરાત

હાઉસિંગ લોન લઈને ઘર ખરીદનારા લોકો માટે બજેટમાં શું થઈ જાહેરાત, જાણો વિગતે