બચત ખાતા જમા પર વ્યાજ દરને છોડીને સરકારે બીજી તમામ યોજનાઓ પર 0.10%નો ઘટાડો કર્યો છે. બચત જમા ખાતા પર વ્યાજ દર 4 ટકા વાર્ષિક જ રહેશે. આ ઘટાડા પછી હવે PPF અને NSC પર વ્યાજ દર 7.9 ટકા હશે જ્યારે હાલ આ વ્યાજ દર 8 ટકા છે. તો 113 મહિનાને પાકતા કિસાન વિકાસ પત્ર (KVP) પર 7.6 ટકા વ્યાજદર મળશે. જે પેલા 7.7 ટકા હતું.
સુકન્યા સમૃદ્ધિ ખાતા પર હવે 8.4 ટકા વ્યાજ મળશે જે પેલા 8.5 ટકા હતું. એકથી ત્રણ વર્ષના અવધિ વાળી યોજનાઓમાં રોકાણ પર હવે 6.9 ટકા અને પાંચ વર્ષની અવધિ પર 7.7 ટકાના દરે વ્યાજ મળશે. પાંચ વર્ષના સમયગાળા વાળી વરિષ્ઠ નાગરિક બચત યોજના પર વ્યાજ દર હવે 8.7 ટકાની જગ્યાએ 8.6 ટકા મળશે.