નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઉજાલા યોજના અંતર્ગત ખૂબ સસ્તા દરે એલઈજડી બલ્બ વેચ્યા હતા. જેના કારણે એક સમયે 300 રૂપિયામાં મળતા એલઈડી બલ્બ આઝે 70 રૂપિયામાં મળી રહ્યા છે. આ યોજનાને હવે કેન્દ્ર સરકાર આગળ વધારવાની તૈયારીમાં છે. સરકાર ગ્રામ ઉજાલા નામથી એલઈડી બલ્બની યોજના તૈયાર કરી રહી છે. આ યોજના અંતર્ગત માત્ર 10 રૂપિયામાં ગામડાઓમાં એલઈડી બલ્બ વેચવામાં આવશે. આ યોજનાને ઉજાલા યોજનાને કાર્યરત કરનારી એનર્જી એફિશિયંસી સર્વિસેઝ લિમિટેડ ગામડા સુધી પહોંચાડશે.
EESLના ડાયરેક્ટર (પ્રોજેક્ટ્સ) વેંકટેશ દ્વિવેદીએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું, કંપની દેશભરના ગામડામાં એલઈડી બલ્બ આપવાની યોજના લોન્ચ કરવાની તૈયારીમાં છે. શરૂઆતમાં કંપની 5 કરોડ ગ્રામીણ પરિવારોને ત્રણ બલ્બ પ્રતિ પરિવારના હિસાબે આપવાનું વિચારી રહી છે. શરૂઆતમાં કુલ મળીને 15 કરોડ એલઈડી બલ્બ આપવાની યોજના છે. શરૂઆતમાં બલ્બની કિંમત 15 થી 20 રૂપિયા હોઈ શકે છે. જો આગળ જતાં એલઈડી બલ્બની માંગ ગામડામાં વધશે તો કિંમત 10 રૂપિયા પ્રતિ બલ્બ થઈ શકે છે.
આ યોજના છ મહિનાની અંદર લોન્ચ કરવામાં આવશે. આ યોજના માટે ન તો કેન્દ્ર સરકાર પૈસા આપી રહી છે કે ન તો કંપની પાસે ફંડિગ છે. જે અંગે દ્વિવેદીએ કહ્યું, ઉજાલા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 36 કરોડથી વધારે એલઈડી બલ્બ વેચે છે. આ બલ્બથી જે વીજળી બચી છે તેના બદલામાં કાર્બન ક્રેડિટ મળી છે. આ કાર્બન ક્રેડિટને બજારમાં વેચવાથી કંપનીને પૈસા મળશે. જેનો ઉપયોગ કરીને ગામડામાં સસ્તા બલ્બ ઉપલબ્ધ કરાવાશે.
જાણો રોજ કેટલા ભક્તો કરી શકશે માતા વૈષ્ણોદેવીના દર્શન, શું રાખવું પડશે ધ્યાન
ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 73 હજારને પાર, આજે 1118 કેસ નોંધાયા, સુરતની સ્થિતિ ચિંતાજનક
પ્રણવ મુખર્જીની હાલત અતિ ગંભીર, સર્જરી બાદ રાખવામાં આવ્યા છે વેંટીલેટર પર
ગામડામાં 10 રૂપિયામાં LED બલ્બ આપશે સરકાર, લોન્ચ કરશે ‘ગ્રામ ઉજાલા’ યોજના
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Aug 2020 09:56 PM (IST)
આ યોજના છ મહિનાની અંદર લોન્ચ કરવામાં આવશે. આ યોજના માટે ન તો કેન્દ્ર સરકાર પૈસા આપી રહી છે કે ન તો કંપની પાસે ફંડિગ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -