નવી દિલ્હીઃ ઓગસ્ટમાં જીએસટી કલેક્શન ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ૩૦ ટકા વધીને 1.12 લાખ કરોડ પહોંચી ગયું છે. જો કે ઓગસ્ટનું જીએસટી કલેક્શન જુલાઈના જીએસટી કલેક્શન 1.16 લાખ કરોડ કરતાં ઓછું છે. ઓગસ્ટના જીએસટી કલેક્શનમાં સીજીએસટીનો ફાળો 20,522 કરોડ રૂપિયા, એસજીએસટીનો ફાળો 26,605 કરોડ રૂપિયા અને આઇજીએસટીનો ફાળો 56,247 કરોડ રૂપિયા હતો. તેમા 26,884 કરોડ રૂપિયાનો જીએસટી આયાત વેરા પેટે આવ્યો છે. તેમા સેસના 8,464 કરોડ રૂપિયા છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ આ વર્ષે જીએસટી કલેક્શન 30 ટકા વધારે છે.






મંત્રાલયે કહ્યું કે, જીએસટી કલેક્શન ઓગસ્ટ 2019માં  98,202 કરોડ રૂપિયા હતું. આ રીતે ઓગસ્ટ 2019ની તુલનામાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં કલેક્શન 14 ટકાથી વધુ રહ્યું છે. સતત નવ મહિના સુધી જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયાથી ઉપર રહ્યા બાદ કલેક્શન જૂન 2021માં કોવિડની બીજી લહેરના કારણે એક લાખ કરોડ રૂપિયાથી ઓછું રહ્યું હતું. નાણામંત્રાલયે કહ્યું કે, આવનારા મહિનાઓમાં પણ મજબૂત જીએસટી કલેક્શન જાહેર રહેવાની સંભાવના છે.






આ અગાઉ મંગળવારે કેન્દ્ર સરકાર માટે પ્રથમવાર કોરોના સંકટ વચ્ચે જીડીપીના મોરચા પર સારા સમાચાર આવ્યા છે. મંગળવારે  સરકાર દ્ધારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશની જીડીપી ગ્રોથ રેટ રેકોર્ડ 20.2 ટકાનો વધારો રહ્યો છે. જીડીપીમાં રિકવરીથી ઇકોનોમીની ગાડી પાટા પર પાછા ફરવાના સંકેત મળી રહ્યા છે.


જૂલાઇમાં કોર સેક્ટરના આઠ ઇન્ડસ્ટ્રીના ઉત્પાદનમાં સારો વધારો રહ્યો છે. સરકાર દ્ધારા જાહેર આંકડાઓ અનુસાર કોર સેક્ટરનું ઉત્પાદન જૂલાઇમાં 9.4 ટકા વધ્યા છે. એક વર્ષ અગાઉ આ મહિનામાં પાયાના ઉદ્યોગોનું ઉત્પાદન 7.6 ટકા ઘટ્યું હતું. કોર સેક્ટરમાં કોલસા, કાચુ તેલ, પ્રાકૃતિક ગેસ, રિફાઇનરી ઉત્પાદન, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વિજળી ક્ષેત્ર આવે છે.


શાહરૂખ ખાને કહ્યું, અક્ષય કુમારની સાથે ક્યારેય નહીં કરૂ કામ, દર્શાવ્યું આ કારણ


BAN vs NZ: બાંગ્લાદેશ સામે પ્રથમ ટી-20માં ન્યૂઝીલેન્ડ નતમસ્તક, સૌથી ઓછો સ્કોર બનાવી ઓલઆઉટ


T20 World Cup: T-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની કઈ તારીખે થશે જાહેરાત ? જાણો કોને કોને મળી શકે છે તક