નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસેઝ ટેક્સ (GST) કાઉન્સિલની 34મી બેઠકમાં આવાસ યોજનોઓના મકાનમાં નવા ટેક્સ માળખાને લાગુ કરવાની યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવો નિયમ 1 એપ્રિલથી લાગુ થશે. જે લાગુ થયા બાદ ઘર ખરીદવું પહેલાની તુલનામાં સસ્તું થશે.


નાણા મંત્રાલયના રેવન્યૂ સચિવ એબી પાંડેએ જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયલા નિર્ણયની જાણકારી આપી હતી. પાંડેએ કહ્યું કે, રાજ્ય સરકારો સાથે વાતચીત કરીને આવાસ વિકાસના કારોબાર સાથે સંકળાયેલી કંપનીઓને નવા ટેક્સ માળખામાં ઢળવા માટે પૂરતો સમય આપવામાં આવશે.


વર્તમાન નાણાકીય વર્ષમાં જીએસટી કલેક્શન અપેક્ષા મુજબ થઈ શક્યું નથી. માત્ર ત્રણ વખત 1 લાખ કરોડની પાર કલેકશન થયું છે. અન્ય મહિનામાં કલેક્શન 1 લાખ કરોડથી નીચે રહ્યું છે. જીએસટી કલેક્શનમાં ઘટાડાનું કારણ નેટ ઈનડાયરેક્ટ ટેક્સ ક્લેક્શનમાં પણ ઘટાડો થયો છે.

ચૂંટણી પહેલા મોદી સરકારની મોટી ભેટ, મકાનો પર GSTના દરમાં કર્યો ઘટાડો, જાણો વિગત

‘ઘરનું ઘર’ ખરીદનારને મોદી સરકારની મોટી ભેટ, નવા ઘરની ખરીદી પર કેટલી મળશે રાહત, આ રીતે કરો ગણતરી