નવી દિલ્હીઃ મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા આમ આદમીને વધુ એક મોટી ભેટ આપી છે. GST કાઉન્સિલની યોજાયેલી બેઠકમાં મકાનો પર દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં અફોર્ડેબલ અને અંડર કન્સ્ટ્રકશન મકાનો પર જીએસટી ઘટાડવા સહમતિ બની હતી.

વાંચોઃ PM મોદીએ કુંભમાં લગાવી આસ્થાની ડૂબકી, પવિત્ર સંગમ પર કરી પૂજા, જુઓ તસવીરો

અફોર્ડેબલ મકાનો માટે હવે 8%ના બદલે 1% જ GST લાગશે.  જ્યારે અંડર કંસ્ટ્રક્શન હોય તેવા મકાનો માટે 5% GST લાગશે, પહેલા આ દર 12% હતો. રૂપિયા 45 લાખ સુધીની રેસિડેન્શિયલ પ્રોપર્ટી એફોર્ડેબલ ગણાશે. ઉપરાંત મેટ્રો શહેરોમાં 90 સ્કવેર મીટર અને 60 સ્કવેર મીટર સુધીની પ્રોપર્ટી એફોર્ડેબલ ગણાશે. 1 એપ્રિલ, 2019થી આ દરો લાગુ થશે.


વાંચોઃ ટુ વ્હીલરમાં સ્પ્લેન્ડરનો દબદબો, એક્ટિવાને પાછળ રાખી બન્યું નંબર 1