નવી દિલ્હીઃ આજે મળનારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની મીટિંગમાં 6 કરોડ પીએફ ખાતાધારકોને મોટી રાહત મળી શકે છે. આજે મળનારી સીબીટીની મહત્ત્વપૂર્ણ બેઠકમાં ઈપીએફઓ નાણાંકીય વર્ષ 2018-19 માટે પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દર પર નિર્ણય કરશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર આજે મળનારી સીબીટીની બેઠકમાં પીએફ વ્યાજ દર જાળવી રાખવાનો પ્રસ્તાવ આવી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર વ્યાજ દરમાં કોઈ ઘટાડો કરવામાં નહીં આવે.




EPFOએ 2017-18માં PF પર 8.55 ટકા વ્યાજ આપ્યું છે. આ વ્યાજદર છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછું છે. આ પહેલાં વર્ષ 2016-17માં વ્યાજ દર 8.65 ટકા અને વર્ષ 2018-16માં 8.8 ટકા મળતુ હતું.



સરકાર PF પેન્શન ધારકો માટે રાહતની જાહેરાત કરી શકે છે. આજે PF બોર્ડની બેઠક છે જેમાં લઘુતમ પેંશન વધારી 3 હજાર કરવામાં આવી શકે છે. આ નિર્ણથી 50 લાખ પેંશનધારકોને ફાયદો થશે. PF બોર્ડમાં પેન્શનધારકોને મેડિકલ કવર આપવાનો વિચાર પણ થઇ શકે છે. આ ઉપરાંત પેન્શન ફંડનાં રોકાણનાં વ્યાજદર અંગે પણ ચર્ચા થઇ શકે છે.