નવી દિલ્હી: જીએસટી કાઉન્સિલની 31મી બેઠક આજે નાણાંમંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતમાં યોજાઈ હતી. આ બેઠકમાં સામાન્ય લોકોને મોટી રાહત આપતા 33 વસ્તુઓને 18 ટકાના સ્લેબથી 12 થી 5 ટકા સ્લેબમાં સમાવવામાં આવી છે. માત્ર 34 ઉત્પાદોનોને છોડીને બાકી તમામ વસ્તુઓ પર 18 કે તેથી ઓછી જીએસટી દરમાં રાખવામાં આવી છે.
લગ્ઝરી વસ્તુઓ અને તંમાકુ-સિગરેટને છોડીને રોજીંદા વપરાતી તમામ વસ્તુઓને 18 ટકા કે તેથી ઓછા જીએસટી દરમાં લાવવામાં આવી છે. રોજીંદી વપરાતી વસ્તુઓમાં કોમ્પ્યૂટર મોનિટર, પાવર બેન્ક, યૂપીએસ, ટાયર, એસી, ડિજિટલ કેમેરા, વૉશિંગ મશીન અને પાણી ગરમ કરવાનું હીટર સામેલ છે.
સીમેન્ટને 18 ટકાના સ્લેબમાં રાખવામાં આવી છે. સીમેન્ટ પર 28 ટકાનો દર હોવાથી કાળાબજારમાં વધારો થઇ રહ્યો છે. એવામાં દર ઘટાડવાથી તેમાં ફરક પડશે અને વેચાણ પણ વધશે તેથી મેહસૂલ સમાન રહેવાની આશા સરકારને છે.
પંડીચેરીના મુખ્યમંત્રી વી નારાયણસ્વામીએ બેઠક બાદ કહ્યું કે સામાન્ય લોકોને મોટી રાહત થશે. વી નારાયણસામીએ જણાવ્યું કે કૉંગ્રેસની માંગ હતી કે લગ્ઝરી સામાનને છોડીને તમામ વસ્તુઓને 18 ટકાના દરમાં રાખવી જોઈએ અને સરકાર તેનાથી સહમત પણ છે. માત્ર 34 વસ્તુઓને છોડીને બીજી તમામ વસ્તુઓ પર 18 કેતેનાથી ઓછો જીએસટી દર લાગું કરવામાં આવ્યો છે.