નવી દિલ્હી: વિદેશમાંથી પોતાના દેશમાં પૈસા મોકલવાના મામલે ભારતીય સૌથી આગળ છે. વિશ્વ બેન્કની રિપોર્ટ અનુસાર, પ્રવાસી ભારતીયોએ આ વર્ષે 80 અરબ ડૉલર ભારત મોકલાવ્યા છે. ભારતીયોએ 2018માં પણ પોતાનું સ્થાન યથાવત રાખ્યું છે.



ભારત બાદ ચીનનો નંબર આવે છે. અહીં નાગરીકોએ ચીનને 67 અરબ ડૉલર મોકલ્યા છે. ત્યાર બાદ મેક્સિકો( 34 અરબ ડોલર) આવે છે. વિશ્વ બેન્કની માઇગ્રેશન એન્ડ રેમિટેન્સ રિપોર્ટ પ્રમાણે ધન મોકલવાના મામેલ ભારતીય સૌથી આગળ છે.



રિપોર્ટ અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશમાંથી ભારત મોકલવામાં આવતા પૈસામાં મહત્વપૂર્ણ વધારો થયો છે. 2016માં 62.7 અરબ ડૉલરથી વધીને 2017માં 65.3 અરબ ડૉલર થઇ ગયો છે. 2017માં વિદેશમાંથી મોકલવામાં આવેલી મૂડીની જીડીપીમાં 2.7 ટકા ભાગીદારી હતી.



વિશ્વ બેન્કે પોતાના અનુમાનમાં કહ્યું કે વિકાસશીલ દેશોને અધિકારિક રીતે મોકલવામાં આવેલી મૂડી 2018માં 10.8 ટકા વધીને 528 અરબ ડૉલર રેકોર્ડ સ્તરે પહોંચી છે. દુનિયાભરના દેશોમાં મોકલવામાં આવેલા પૈસા 10.3 ટકા વધીને 689 અરબ ડૉલર હોવાનું અનુમાન છે.