GST Council Meeting News: મંગળવારે (11 જુલાઈ) GST કાઉન્સિલની બેઠકમાં, પંજાબ અને દિલ્હીના નાણા પ્રધાનો કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણ બાખડી પડ્યા હતા. મીટિંગ દરમિયાન પંજાબના નાણા મંત્રી હરપાલ સિંહ ચીમા અને દિલ્હીના નાણા મંત્રી આતિશી માર્લેના નિર્મલા સીતારમણ સાથે અથડામણ થઈ હતી. આ બંને રાજ્યોમાં આમ આદમી પાર્ટી સત્તા પર છે.


આ અંગે બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે


GST કાઉન્સિલની આ બેઠકમાં ઓનલાઈન ગેમિંગ પર ટેક્સ, ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ક્લેમ કરવા માટેના નિયમોને વધુ કડક બનાવવા અંગે વિચારણા થઈ શકે છે. આ સિવાય ખાણી-પીણીની વસ્તુઓ સસ્તી કરવા અને કેન્સરની સારવારમાં વપરાતી દવા ડિન્યુટ્યુક્સિમેબ પર ટેક્સ મુક્તિ અંગે પણ નિર્ણય લેવાય તેવી અપેક્ષા છે.


અધિકારીઓની પોસ્ટિંગ-ટ્રાન્સફરને લઈને કેન્દ્ર અને AAP સરકાર વચ્ચે વિવાદ


બીજી તરફ દિલ્હીમાં સરકારી અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરને લઈને કેન્દ્ર અને AAP સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ મામલામાં દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેન્દ્રના વટહુકમને પડકાર્યો છે. જેના પર સુનાવણી ચાલી રહી છે.


બેઠક પહેલા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, GST નેટવર્કને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ના દાયરામાં લાવવાનો વિરોધ કર્યો છે. અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે હવે કેન્દ્ર સરકાર જ્યારે પણ ઈચ્છે ત્યારે કોઈપણ ઉદ્યોગપતિને જેલમાં ધકેલી દેશે.


દિલ્હીના સીએમએ ટ્વીટ કર્યું, મોટા ભાગના વેપારીઓ GST ચૂકવતા નથી. કેટલાક મજબૂરીથી, કેટલાક ઇરાદાપૂર્વક. થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે EDમાં GSTનો પણ સમાવેશ કર્યો હતો. મતલબ કે હવે જો કોઈ વેપારી GST નહીં ભરે તો ED તેની સીધી ધરપકડ કરશે અને જામીન નહીં મળે. GST સિસ્ટમ એટલી જટિલ છે કે જેઓ સંપૂર્ણ GST ભરતા હોય તેઓ પણ અમુક જોગવાઈમાં પકડાઈ શકે છે અને જેલમાં જઈ શકે છે. એટલે કે કેન્દ્ર સરકાર જ્યારે ઇચ્છે ત્યારે દેશના કોઇપણ ઉદ્યોગપતિને જેલમાં મોકલી દેશે. આ ખૂબ જ ખતરનાક છે.


સીએમએ વધુમાં કહ્યું કે બિઝનેસ કરવાને બદલે બિઝનેસમેન EDથી પોતાને બચાવતા ફરશે. દેશના નાના વેપારીઓ પણ તેની ઝપેટમાં આવશે. કોઈ વેપારીને છોડવામાં આવશે નહીં. આ દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ ખતરનાક છે. આજે GST કાઉન્સિલની બેઠક છે. મને આશા છે કે દરેક તેની વિરુદ્ધ બોલશે. કેન્દ્ર સરકારે તેને તાત્કાલિક પરત લઈ લેવાં જોઈએ.



Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial