નવી દિલ્હીઃ આજેે GST કાઉન્સિલની બેઠક મળવાની છે. જેમાં રેવન્યૂ વધારવાને લઈ વિવિધ ઉપાયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે. જીએસટીની વર્તમાન વ્યવસ્થામાં અપેક્ષાથી ઓછી આવકના કારણે જીએસટીના દરમાં ફેરફાર કરવામાં આવે તેવી ચર્ચા પ્રબળ બની છે. રેવન્યૂ ઓછી હોવાના કારણે રાજ્યોને નાણાં આપવામાં વિલંબ થઈ રહ્યો છે.


પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોએ ટેક્સના દરમાં વધારો કરવાનો વિરોધ કર્યો છે. રાજ્ય સરકારોનું કહેવું છે કે અર્થતંત્રમાં સુસ્તી વચ્ચે ગ્રાહકોની સાથે ઉદ્યોગોએ પણ કામકાજમાં દબાણનો સામનો કરવો પડી રહ્યો છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલે ટેકસ દરની સમીક્ષા અંગે સૂચનો માંગ્યા છે. રેવન્યૂ વધારવાના હેતુથી કાઉન્સિલે વિવિધ સામાનો પર દરની સમીક્ષા, કર માળખાને તર્કસંગત બનાવવા, રેવન્યૂ વધારવા માટે વર્તમાનમાં લાગુ કરવામાં આવેલા દર ઉપરાંત અન્ય દરો અંગે સલાહ માંગી છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં પશ્ચિમ બંગાળના નાણા મંત્રી અમિત મિત્રાંએ કહ્યું છે કે, રાજ્યોને જીએસટી પરિષદનો પત્ર પ્રાપ્ત થયો છે. તેમાં રેવન્યૂ વધારવા માટે સૂચનો માંગવામાં આવ્યા છે. જે સામાનને જીએસટીમાં છૂટ આપવામાં આવી છે તેને કરના માળખામાં લાવવા સહિત રેવન્યૂ વધારવા માટે સલાહ માંગવામાં આવી છે.

રાજ્યોને રેવન્યૂ ખોટની ચૂકવણીમાં થઈ રહેલા વિલંબની ફરિયાદ બાદ સોમવારે કેન્દ્ર સરકારે કુલ 35સ298 કરોડ રૂપિયાની રકમ રાજ્યો ચુકવી હતી. દેશમાં 1 જુલાઈ, 2017થી જીએસટી લાગુ થયો હતો. જીએસટી લાગુ કરતી વખતે કેન્દ્ર સરકારે રાજ્યોને તેમના રેવન્યૂમાં થનારા ઘટાડાની ભરપાઈ કરવાનું આશ્વાસન આપ્યું હતું.

ડુંગળી બાદ બટાકાના ભાવમાં પણ આવી તેજી, એક મહિના બાદ બજારમાં આવશે નવા બટાકા

ચાર મહિના બાદ ટીમ ઈન્ડિયા સાથે જોડાયો બુમરાહ, વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી વન ડે પહેલા કરી પ્રેક્ટિસ, જુઓ તસવીરો

બ્રિટન HCથી અનિલ અંબાણીને મળી મોટી રાહત, ચીનની બેંકોનો દાવો ફગાવ્યો