નવી દિલ્હીઃ ભારતીય ટીમનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ફરી એકવખત મેદાન પર વાપસી માટે તૈયાર છે. ઈજાના કારણે ચાર મહિનાથી તે ટીમથી બહાર છે અને ટીમમાં વાપસી માટે શાનદાર તૈયારી કરી રહ્યો છે. તેણે વિશાખાપટ્ટનમમાં બુધવારે રમાનારી ભારત-વેસ્ટ ઈન્ડિઝના બીજા મુકાબલા પહેલા ભારતીય ટીમના પ્રેક્ટિસ સત્રમાં ભાગ લીધો હતો.


BCCIએ ખુદ બુમરાહની તસવીર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. ટીમની જર્સીમાં બુમરાહ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવા તૈયાર થઈ રહ્યો હોવાનું જણાય છે. બોર્ડે ટ્વિટ કરીને લખ્યું જૂઓ કોણ છે અહીંયા ?


ટીમ મેનેજમેન્ટની મંજૂરી બાદ બુમરાહને પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. મેનેજમેન્ટે તેની ફિટનેસ અને દર્દમાં સુધારાને જોવા આમ કર્યું છે. બુમરાહની ગેરહાજરીમાં ટીમનું બોલિંગ આક્રમણ નબળું પડી ગયું છે અને તેમાં ઘણો સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

પાયલ રોહતગીને મળ્યા જામીન, નેહરુ પર કરી હતી વિવાદિત ટિપ્પણી

બ્રિટન HCથી અનિલ અંબાણીને મળી મોટી રાહત, ચીનની બેંકોનો દાવો ફગાવ્યો

વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનનો હુંકાર, કહ્યું- કોહલી-રોહિતને પછાડવા પર છે મારી નજર