GST Council: GST પર બનેલી  ગ્રુપ ઓફ  મિનિસ્ટર્સ  (GOM)એ ઘણી જગ્યાએ ટેક્સના દરોમાં ફેરફારની ભલામણ કરી છે. આ તમામ મુદ્દાઓ પર આગામી મહિને યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે. જીવન વીમા અને મેડિકલ ઈન્સ્યોરન્સ પર GST નાબૂદ કરવા ઉપરાંત સાઈકલ પરનો ટેક્સ પણ દૂર થઈ શકે છે. આ ઉપરાંત મોંઘા શૂઝ પર ટેક્સ વધારવાની પણ ભલામણ કરવામાં આવી છે. આ સિવાય સિન ટેક્સ વધારવા પર પણ નિર્ણય લેવામાં આવી શકે છે. તેની મદદથી સરકારને 22 હજાર કરોડ રૂપિયાની વધારાની આવક થશે.


મોંઘા ચપ્પલ અને ઘડિયાળો પર પ્રતિબંધ, સાયકલ થશે સસ્તી


ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સના જણાવ્યા અનુસાર ઘણી જગ્યાએ ટેક્સ વધારવા અને ઘટાડવાની ભલામણો કરવામાં આવી છે. જો તમામ ભલામણો સ્વીકારવામાં આવે તો 25,000 રૂપિયાથી વધુ કિંમતની કાંડા ઘડિયાળ પરનો GST 18 ટકાથી વધીને 28 ટકા થઈ શકે છે. આ સિવાય 15,000 રૂપિયાથી વધુ કિંમતના શૂઝ પરનો GST પણ 18 ટકાથી વધીને 28 ટકા થઈ શકે છે. પ્રસ્તાવ મુજબ 10,000 રૂપિયાથી સસ્તી સાયકલ પણ હવે 12 ટકાના બદલે 5 ટકા જીએસટીના દાયરામાં આવી શકે છે. 20 લીટરથી મોટી પાણીની બોટલો પણ 18 ટકાના બદલે 5 ટકા જીએસટી સ્લેબમાં જઈ શકે છે. એક્સરસાઈઝ બુક્સ પરનો GST પણ 12 થી ઘટાડીને 5 ટકા કરવામાં આવી શકે છે.


સિન ટેક્સ વધારવાની ભલામણ


ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ  સિન ટેક્સ  (Sin Tax) વધારવાની ભલામણ કરી છે. આવી વસ્તુઓને 18 થી 28 ટકાની રેન્જમાં લેવાનું કહેવામાં આવ્યું છે. સિન ગુડ્સમાં દારૂ, તમાકુ અને સિગારેટ જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, વરિષ્ઠ નાગરિકો સિવાય અન્ય વ્યક્તિઓ માટે રૂ. 5 લાખ સુધીના કવરેજ સાથે આરોગ્ય વીમા માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમ પર GST મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો.  આનાથી ઉપરના સ્વાસ્થ્ય વીમા માટે 18 ટકા GST લાગતો રહેશે. આ અંગે અંતિમ નિર્ણય GST કાઉન્સિલ લેશે. ગયા મહિને તેની બેઠકમાં, GST કાઉન્સિલે આરોગ્ય અને જીવન વીમા પ્રિમીયમ પર ટેક્સ અંગે 13 સભ્યોના ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની રચના કરી હતી.