નવી દિલ્હીઃ GST પરિષદની રવિવારે 34મી બેઠક યોજાઈ હતી. જેમાં નિર્માણધીન ઘરોના પર લાગતાં GSTમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. નિર્માણધીન પરિયોજાનાઓમાં મકાનો પર જીએસટીનાં દરોને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત એફોર્ડેબલ હાઉસિંગ પર જીએસટીનાં દરોમાં 8 ટકાથી ઘટાડીને 1 ટકા કરી દેવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સીલની બેઠક બાદ નાણાંમંત્રી અરૂણ જેટલીએ આ અંગેની જાહેરાત કરી હતી. 




આ ઉપરાંત મેટ્રો શહેરોમાં 90 સ્કવેર મીટર અને 60 સ્કવેર મીટર સુધીની પ્રોપર્ટી એફોર્ડેબલ ગણાશે. 1 એપ્રિલ, 2019થી આ દરો લાગુ થશે.