ગાંધીનગરઃ પ્રજાને મોંઘવારીનો વધુ એક ડામ લાગ્યો છે.  ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં 2 રૂપિયા 58 પૈસાનો વધારો કર્યો છે. ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો. ભાવવધારો આજ રાતથી અમલી બનશે. ગુજરાત સરકારની ગેસ કંપની ગુજરાત ગેસ લિમિટેડે CNG ગેસના ભાવમાં રૂ. 2.58 ભાવ વધારો જાહેર કરતાં રાજ્યમાં ગેસનો ભાવ રૂ. 79.56ના સ્તરે પહોંચી ગયા છે.


કોરોનાનો બૂસ્ટર ડોઝ લેતા પહેલા શું કરવું


 


  • જો તમે કોરોનાનો ત્રીજો ડોઝ લેવાનું વિચારી રહ્યા છો તો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે.

  • જાહેર સ્થળોએ માસ્ક પહેરો, સામાજિક અંતરનું પાલન કરો, બહારથી આવે ત્યારે સાબુથી હાથ ધોવા.

  • રસી લેતા પહેલા પૂરતો આરામ અને ઊંઘ લો. ઊંઘનો અભાવ તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે અને રસીની આડઅસરોમાં વધારો કરી શકે છે.

  • કોરોના રસી પહેલા શરીરને સારી રીતે હાઇડ્રેટેડ રાખો. આનાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો અને રસીની આડ અસર પણ ઓછી થશે.

  • ત્રીજો ડોઝ લેતા પહેલા સારો અને પૌષ્ટિક આહાર લો. રોગપ્રતિકારક શક્તિ વધારતા ફળો અને શાકભાજી ખાઓ.


કોરોનાનો બૂસ્ટર ડોઝ લીધા પછી શું ન કરવું



  • કોરોના રસીનો ત્રીજો ડોઝ લીધા પછી, સંક્રમણ  પ્રત્યે બેદરકાર ન રહો અને તેનાથી બચવા માટે તમામ જરૂરી પગલાં લો.

  • રસી પછી ધૂમ્રપાન અને તમાકુનું સેવન ટાળો. રસી પછી માદક પદાર્થો લેવાનું પણ  ટાળો.

  • રસી પછી, સખત મહેનત અથવા થકવી નાખતું કામ ઓછું કરો. રસી પછી 2 દિવસ સુધી વધુ શારીરિક પ્રવૃત્તિ કરશો નહીં.

  • જો બૂસ્ટર ડોઝ પછી કોરોના સંક્રમણના લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.