Fact Check: સોશિયલ મીડિયા પર અવારનવાર ખબર વાયરલ થતી હોય છે, જેમાંથી કેટલીક ભ્રામક હોય છે. આવી જ એક ખબર વાયરલ થઈ છે, જેમાં ઈન્ડિયન ઓઈલ 6000 રૂપિયાનું ગિફ્ટ કાર્ડ આપતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.


જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું. આ દાવો ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન સાથે સંલગ્ન નથી. કોઈપણ જાતની સાચી માહિતી માટે ઈન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઇટ અથવા સોશિયલ મીડિયા એકાઉન્ટનો સહારો લો.




ઈન્ડિયન ઓઈલને લઈ આવી પોસ્ટ પણ થઈ વાયરલ


 ઉનાળામાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. આમાં યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ઈન્ડિયન ઓઈલ એ એડવાઈઝરી જારી કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં તાપમાન વધવાની તૈયારીમાં છે, તેથી તમારા વાહનમાં મહત્તમ મર્યાદા સુધી પેટ્રોલ ન ભરો. જેના કારણે ઈંધણની ટાંકીમાં વિસ્ફોટ થઈ શકે છે. કૃપા કરીને તમારા વાહનની અડધી ટાંકી બળતણથી ભરો અને હવા માટે જગ્યા રાખો. મહેરબાની કરીને દિવસમાં એકવાર પેટ્રોલની ટાંકી ખોલો અને અંદર જમા થયેલો ગેસ બહાર કાઢો. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને આવી કોઈ એડવાઈઝરી જારી કરી નથી. આ સાથે ઇન્ડિયન ઓઇલે એમ પણ કહ્યું છે કે વાહનમાં પેટ્રોલ ટાંકી ભરવાને કારણે વિસ્ફોટ થયો નથી.


નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.