માર્ચ 2021માં થઇ શકે છે વેચાણ શરૂ
માનવામાં આવી રહ્યું છે કે આ ઇલેક્ટ્રિક બાઇકનુ વેચાણ આગમી વર્ષે માર્ચથી શરૂ થઇ શકે છે. જોકે આ સાયકલ વિશે કંપનીએ વધુ માહિતી નથી આપી. પરંતુ જેવી રીતે ફોટામાં દેખાઇ રહી છે, Serial 1માં સફેદ ટાયર્સ આપવામાં આવ્યા છે. આમાં ટ્રેડિશનલ ચેનની સાથે પેડલ્સ પણ આપવામાં આવ્યા છે. કંપનીએ Serial 1 Cycle માટે એક ડેડિકેટેડ વેબસાઇટ પણ તૈયાર કરી છે. Harley Davidson Serial 1 Cycle વેબસાઇટ પર કાઉન્ટડાઉન ટાઇમર છે, જે 16 નવેમ્બર સુધી છે. આ સાયકલને લઇને કંપની 16 નવેમ્બર વધુ માહિતી આપી શકે છે.
આગામી મહિને આવશે વધુ માહિતી
કંપનીનુ માનીએ તો Serial 1 eCycleની રાઇડ લાંબી, ફાસ્ટ અને ફાસ્ટ અને એફર્ટલેસ હશે, જે અર્બન કૉમ્યૂટ માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. કંપની નવેમ્બરમાં બતાવશે કે આ સાયકલ કઇ રીતે કામ કરશે, અને માર્કેટમાં આ ક્યાં સુધીમાં એન્ટ્રી કરશે.
ભારતમાં નથી જઇ રહી હાર્લે ડેવિડસન
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી સમાચારો ચાલી રહ્યાં હતા કે હાર્લે ડેવિડસન ભારતમાંથી જવાની તૈયારી કરી રહી છે. પરંતુ હવે કંપનીએ ભારતીય બાઇક મેકર હીરો મોટોકૉર્પની સાથે પાર્ટનરશીપ કરી લીધી છે. હવે હાર્લે ભારતમાં હીરો મોટોકૉર્પની સાથે મળીને પોતાનો વેપાર કરશે.