નવી દિલ્હીઃ દેશની મોટી કાર નિર્માતા કંપની હ્યૂન્ડાઇ મૉટર ઇન્ડિયા હવે પોતાની નવી ઓલ ન્યૂ i20ને આગામી 5મી નવેમ્બરે ભારતમાં લૉન્ચ કરવા જઇ રહી છે, આ માટે કંપની બુકિંગ પણ શરૂ કરી દીધુ છે. ગ્રાહક કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર કે ડિલરશિપમાં માત્ર 21 હજાર રૂપિયાની કિંમત આપીને કારને બુક કરી શકે છે.


ડિઝાઇન અને ફિચર્સ
નવી i20 આ વખતે પહેલાથી વધુ સ્ટાઇલિશ અને આક્રમક દેખાઇ રહી છે. કંપનીએ આને ડિઝાઇન પર ખુબ કામ કર્યુ છે. આના ફ્રન્ટ, સાઇડ અને રિયરમાં નવાપણુ છે. કારમાં 16 ઇંચની ડાયમન્ડ કટ એલૉય વ્હીલ્સ છે.

ફિચર્સના મામલે પણ આ કાર અન્ય કારોથી અલગ છે. આમ પણ હ્યૂન્ડાઇ પોતાની કારમાં નવા ફિચર્સને લઇને જાણીતી છે. સેફ્ટી માટે કારમાં એબીએસની સાથે EBD, એરબેગ્સની સાથે કેટલાય જબરદસ્ત ફિચર્સ જોવા મળશે.

કારમાં હશે ત્રણ એન્જિન ઓપ્શન
નવી i20માં 4 વેરિએન્ટ, Magna, Sportz, Asta અને Asta (O) જોવા મળશે, આ ઉપરાંત આ ત્રણ એન્જિન ઓપ્શનમાં આવશે. જેમાં ટર્બો, પેટ્રૉલ અને ડિઝલ એન્જિન આપવામાં આવ્યા છે. એટલુ જ નહીં આ કારમાં MT, iMT, DCT અને IVT ટ્રાન્સમિશન સિલેક્શન કરી શકાશે.