HDFC Bank Hikes FD Rates: જે લોકો પોતાની મહેનતની કમાણી ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit)ના રૂપમાં બેંકમાં રાખે છે તેમના માટે સારા સમાચાર છે. RBIના રેપો રેટમાં વધારો કરવાના નિર્ણય બાદ HDFC બેંકે એક અઠવાડિયામાં બીજી વખત ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી છે. HDFC બેંકે 17 જૂન, 2022 થી અમલમાં આવતા FD દરોમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વ્યાજ દરો રૂ. 2 કરોડથી ઓછીની FD પર લાગુ થાય છે.
FD રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો
HDFC બેંકની વેબસાઈટ અનુસાર,
1) 7 થી 29 દિવસની FD પર વ્યાજ દર 2.50 ટકાથી વધારીને 2.75 ટકા કરવામાં આવશે.
2) 30 દિવસથી 90 દિવસની FD પર 3 ટકાના બદલે 3.25 ટકા વ્યાજ મળશે.
3) 91 દિવસથી 6 મહિનાની FD પર 3.50 ટકાના બદલે 3.75 ટકા વ્યાજ મળશે.
4) 1 થી 2 વર્ષની મુદતવાળી FD પર 5.10 ટકાના બદલે 5.35 ટકા વ્યાજ મળશે.
5) 2 વર્ષની એક દિવસથી 3 વર્ષની મુદતવાળી FD પર 5.50 ટકા વ્યાજ મળશે, જે પહેલા 5.40 ટકા વ્યાજ મળતું હતું.
6) 3 વર્ષ 1 દિવસથી 5 વર્ષની મુદતવાળી FD પર 5.70 ટકા વ્યાજ મળશે, જે પહેલા 5.60 ટકા વ્યાજ મળતું હતું.
અન્ય બેંકો પણ FD રેટ વધારશે
અગાઉ 15 જૂન, 2022ના રોજ HDFC બેંકે વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવાની જાહેરાત કરી હતી. જો કે આરબીઆઈના રેપો રેટમાં વધારો કરવાના નિર્ણય બાદ ઘણી બેંકોએ ફિક્સ ડિપોઝીટમાં વધારો કર્યો છે. અને એવું માનવામાં આવે છે કે અન્ય ઘણી બેંકો FD પર વ્યાજ દર વધારી શકે છે.