HDFC Hikes Home Loan Rates: હોમ લોન લઈને ઘર ખરીદનારાઓ માટે ખરાબ સમાચાર છે. દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઈનાન્સ કંપની HDFC લિમિટેડે તેના ધિરાણ દરમાં 35 બેસિસ પોઈન્ટ એટલે કે 0.35 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. વ્યાજ દરોમાં વધારો 20 ડિસેમ્બર 2022થી એટલે કે આજથી અમલમાં આવશે. આ સાથે, HDFCની હોમ લોન મોંઘી થઈ ગઈ છે, તેથી જેમણે પહેલાથી જ હોમ લોન લીધી છે તેમની EMI વધુ મોંઘી થશે. HDFCનો હોમ લોનનો વ્યાજ દર 8.20 ટકાથી શરૂ થાય છે. પરંતુ આ વધારા સાથે નવો દર ઓછામાં ઓછો 8.55 ટકા થઈ શકે છે.


8 મહિનામાં 8મી વખત વ્યાજદરમાં વધારો થયો છે


છેલ્લા 8 મહિનામાં HDFC એ 8મી વખત વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. HDFCએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “HDFC એ હાઉસિંગ લોન પર તેના રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR) વધારવાનો નિર્ણય કર્યો છે. એડજસ્ટેબલ રેટ હોમ લોન (ARHL)માં 35 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.


20 લાખની હોમ લોન


હાલમાં, 8.65 ટકાના વ્યાજ દરે 20 વર્ષ માટે રૂ. 20 લાખની હોમ લોન માટે EMI રૂ. 17,547 હતી. પરંતુ નવી હોમ લોનનો દર 9 ટકા હશે, ત્યારબાદ 17,995 રૂપિયાની EMI ચૂકવવી પડશે.


30 લાખની હોમ લોન


જો તમે 15 વર્ષ માટે 30 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે, જેના પર તમારે 8.75%ના દરે 29983 રૂપિયાની EMI ચૂકવવી પડશે. પરંતુ HDFCના વ્યાજદરમાં વધારો કર્યા બાદ નવા દરો 9.10 ટકા થશે અને EMI 30,607 રૂપિયા ચૂકવવી પડશે.


અન્ય બેંકો પણ ટૂંક સમયમાં વ્યાજ દરમાં વધારો કરી શકે છે


આરબીઆઈના રેપો રેટમાં વધારો કર્યા બાદ એક પછી એક બેંકોથી લઈને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ વ્યાજદરમાં વધારો કરી રહી છે. SBI બાદ હવે HDFCએ પણ હોમ લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે. માનવામાં આવે છે કે અન્ય બેંકો પણ વધારો કરી શકે છે.


SBI ની લોનના વ્યાજ દરમાં વધારો


દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકો માટે કામના સમાચાર છે. જો તમે તમારી સ્ટેટ બેંકમાંથી કોઈ લોન લીધી છે તો હવે તમને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. સ્ટેટ બેંકે તેની લોનના વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. બેંકે તેના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સમાં 0.25 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ વધારો તમામ સમયગાળાના વ્યાજ દરો પર કરવામાં આવી રહ્યો છે. આ MCLRમાં વધારો થયા બાદ ગ્રાહકે EMI (SBI MCLR Hike) પર વધુ વ્યાજ દર ચૂકવવા પડશે.