નોંધનીય છે કે જિઓ દ્વારા જે નવો ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે તેની ગ્રાહકો પર અસર નહીં પડે. કારણ કે રિલાયન્સે જે ટૉપઅપ (ICU TopUp) પ્લાન જાહેર કર્યો છે તેમાં ગ્રાહકોને ફ્રી ડેટા આપવામાં આવશે. આ ટૉપઅપ પ્લાન મુજબ ગ્રાહકો રૂપિયા 10,20,50 અને 100ના ટૉપઅપ પ્લાન દ્વારા રિચાર્જ કરાવી શકશે જેના બદલે તેમને ફ્રી ડેટા અને અન્ય મોબાઇલ નેટવર્ક પરનો ટૉકટાઇમ મળશે. આ ટૉપઅપ પર ગ્રાહકોને 10 રૂપિયે 1 જી.બી. , 20 રૂપિયે 2 જી.બી. અને 50 રૂપિયા પર 5 જી.બી. તેમજ 100 રૂપિયા પર 10 જી.બી. ફ્રી ડેટા મળશે.
આઈ.યૂ.સી. પ્રતિ મિનિટ 6 પૈસાના હિસાબે ઇન્ટરકનેક્ટ ચાર્જ વસૂલે છે. આ ચાર્જ ટેલીકોમ નિયમનકારક સંસ્થા ટ્રાઈએ (TRAI) દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે એક નેટવર્કથી અન્ય નેટવર્ક પર કૉલ કરવામાં આવે ત્યારે આ ચાર્જ લાગે છે જેને મોબાઇલ ઑફનેટ કૉલ તરીકે પણ ઓળખાય છે.