ડૉ પવન મુંજાલ મુજબ, હાલ આપણો દેશ અને સમગ્ર દુનિયા કોવિડ-19ના પડકારનો સામનો કરી રહ્યું છે. આ પ્રકારના સમયમાં અત્યંત જરૂરૂ છે કે આપણે બધા એક સાથે આવીએ અને સમાજના હાશિયા પર રહેલા લોકોની સાથે-સાથે એમની પણ મદદ કરીએ જેઓ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા રતન તાતા ગ્રુપ દ્વારા 1500 કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી પણ 500 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં વધી રહેલા કોરોના સંકટ સામે લડાઈ લડાઈ તમામ નાના મોટા ઉદ્યોગપતિઓ આર્થિક મદદ કરી રહ્યા છે.