પ્લેઝરના હેન્ડલેમ્પની ડિઝાઇન પણ બદલવામાં આવ્યું છે અને તેમાં USB ચાર્જિંગ સ્લોટ પણ આપવામાં આવ્યા છે. આ સ્કૂટરમાં સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન લગાવવામાં આવ્યું છે, જે 8bhp અને 8.5Nm પીક ટોર્ક જનરેટ કરે છે. કંપનીએ તેમાં CVTનો યૂઝ કર્યો છે. શ્રેષ્ઠ બ્રેકિંગ પરફોર્મન્સ માટે તેમાં ફરજિયાત કરવામાં આવેલી ઈન્ટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
2019 Hero Pleasure Plusની રિયર ડિઝાઈનમાં પણ બદલાવ જોવા મળ્યો છે. સ્કૂટરની ટેલ લાઇટ ડિઝાઇનમાં પણ બદલવા કરવામાં આવ્યો છે. આ બોડી કલર્ડ પેનલ છે, જે એક અલગ જ લૂક આપે છે.
હીરો મોટોકોર્પે નવી પ્લેઝરની સાથે Hero Maestro Edge 125 પણ લોન્ચ કર્યું છે. જેની કિંમત આશરે 58,500 રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી)થી શરૂ થાય છે.