નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે બિન સરકારી સંગઠન ઈન્ફોસિસ ફાઉન્ડેશન સામે વિદેશી ભંડોળ મેળવવાના નિયમોના કરેલા ઉલ્લંઘન માટે કાર્યવાહી કરીને રજિસ્ટ્રેશન રદ કરી દીદું છે. અધિકારીઓ દ્વારા બેંગલુરુના આ સંગઠન સામે કરવામાં આવેલી કાર્યવાહીની સોમવારે જાણકારી આપી હતી.

વિદેશમાંથી ભંડોળ મેળવતા એનજીઓએ FCRA અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જે અંતર્ગત મળેલા વિદેશી ફંડનો હિસાબ નાણાકીય વર્ષ પૂરું થયાના નવ મહિનાની અંદર સરકારને આપવાનો હોય છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, ગૃહ મંત્રાલયે ઇન્ફોસિસને ગત વર્ષે શો કૉઝ નોટિસ મોકલી હતી. સંગઠને છેલ્લા થોડા વર્ષોથી વાર્ષિક વિવરણ આપ્યું નહોતું. વારંવાર યાદ અપાવવા છતાં તેમણે વાત ધ્યાનમાં લીધી નહોતી.

ઈન્ફોસિસ ફાઉન્ડેશને કહ્યું કે, તેમણે ગૃહ મંત્રાલયને એફસીઆરએ રજીસ્ટ્રેશન રદ કરાવવા માટે અરજી કરી હતી. જે બાદ ગૃહમંત્રાલયે આ કાર્યવાહી કરી. વર્ષ 1996માં શિક્ષા, ગ્રામીણ વિકાસ, સ્વાસ્થ્ય સેવા, કલા અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં કામ કરી રહેલા ફાઉન્ડેશનના પીઆરઓના જણાવ્યા મુજબ, 2016માં કરવામાં આવેલા સુધારા બાદ તેમનું સંગઠન આ કાયદા અંતર્ગત આવતું નથી.

ઇન્ફોસિસના સંસ્થાપર ચેરમેન એન આર નારાયણમૂર્તિની પત્ની સુધા મૂર્તિ તેની અધ્યક્ષ છે. ગૃહ મંત્રાલયે ગત વર્ષે 1,755 બિન સરકારી સંગઠનોનો નોટિસ આપી હતી. જેમાંથી કેટલીક કંપનીઓ પણ છે.

આઝાદ ભારતનો પ્રથમ આતંકી હિન્દુ હતો, કમલ હાસનનું વિવાદાસ્પદ નિવેદન