નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી અને લૉકડાઉનના કારણે વેચાણની સ્પીડ ધીમી થઇ ગઇ હતી, પરંતુ હવે માર્કેટમાં ફરીથી ગતિ મળી રહી છે. હીરો મોટોકૉર્પે વેચાણના આંકડામાં જબરદસ્ત ઉછાળો પ્રાપ્ત કર્યો છે. રિપોર્ટ પ્રમાણે, ગયા મહિને હીરો મોટોકૉર્પ કંપનીએ પાંચ લાખથી વધુ ટુ-વ્હિલર્સ વેચ્યા છે.


હીરો મોટોકૉર્પ કંપનીએ ગયા મહિને 5 લાખથી વધુ બાઇક્સ-ટુવ્હિલર્સનુ વેચાણ કર્યુ છે, જોકે, આ આંકડો ગયા વર્ષના જુલાઇ મહિનાની સરખામણીમાં થોડો ઓછો છે. જોકે, આ વર્ષે પરિસ્થિતિને જોતા આ આંકડો કંપની માટે સારો કહી શકાય.

હીરો મોટોકૉર્પએ જુલાઇમાં 514,509 યુનિટ્સ વેચ્યા છે, આમાં 478,666 બાઇક્સ અને 35,843 યૂનિટ્સ સ્કૂકટનુ સેલ સામેલ છે. વળી, ગયા વર્ષે હીરોએ 490058 યૂનિટ બાઇક્સ અને 45752 યુનિટ સ્કૂટર વેચ્યા હતા. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જુલાઇમાં સેલ ઓછુ થયુ છે.



વળી, હીરોના ડૉમેસ્ટિક અને એક્સપર્ટના મામલે 3.97 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીની કુલ સેલ થયેલા યુનિટ્સની સંખ્યા 514,509 રહી જે ગયા વર્ષે 535,810 હતી. જોકે, કંપનીએ ઇયર ઓન ઇયર ગ્રૉથના મામલે 0.86 ટકાનો ગ્રૉથ નોંધાવ્યો છે.