હિરો મોટોકોર્પ પહેલી એવી કંપની છે જેણે આ રીતે ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે, કંપનીએ કહ્યું કે, આગળ ઉત્પાદનની યોજના બજારની આગામી સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. હાલ પુરતું તો કંપનીએ 15થી 18 ઓગસ્ટ સુધી ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે કંપની તેને વાર્ષિક તહેવારોની રજા ગણાવે છે.
માત્ર હિરો મોટોકોર્પ નહિ મહિન્દ્ર એન્ડ મહિન્દ્રાએ પણ જુલાઇથી સપ્ટેમ્બર સુધી ઉત્પાદન 8 થી 14 દિવસ ઉત્પાદન બંધ રાખ્યુ હતું. ટાટા મોટર્સે પણ આઠ દિવસ, મારુતિ સુઝુકીએ ત્રણ દિવસ, ટાટા કિર્લોસ્કરે 8 દિવસ અને અશોક લેલેંડે 9 દિવસ સુધી પોતાના પ્રોડક્શન પ્લાન્ટ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.