નવી દિલ્હીઃ જો તમે કોઈ કંપની અથવા બેંક વગેરેના ટોલ ફ્રી નંબર ગૂગલ પર સર્ચ કરો છો તો સાવધાન થઈ જાવ. ક્યાંક તમે કસ્ટમર કેર સમજીને ફ્રોડ કરનારી ગેંગને તમારા ખાતા સંબંધિત જાણકારી તો શેર નથી કરી રહ્યા ને. કારણ કે ઓનલાઈન ફ્રોડના માધ્યમથી હવે લોકોને નવી રીત અપનાવીને ફસાવી રહ્યા છે.


હાલમાં જ એક સમાચાર સામે આવ્યા છે જેમાં બેંગ્લોની એક મહિલા આ રીતે નકલી ટોલ ફ્રી નંબર પર કોલ કરતા ફ્રોડનો ભોગ બની છે. મહિલાએ ફેક કસ્ટમર કેર નંબર ડાયલ કર્યા બાદ તેનું આખું બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયું. મહિલાએ પોતાના ફૂડ ઓર્ડરનું રિફંડ લેવા માટે ભુલથી Zomatoના નકલી કોલ સેન્ટરમાં ફોન કરી દીધો. બાદમાં તેના કારણે તેને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો.

મહિલાને ઝોમેટો એપર કોઈ કસ્ટમરે કેર નંબર ન મળ્યો. બાદમાં તેણે ગુગલ પર સર્ચ કરીને કસ્ટમેર કેર નંબર ડાયલ કરી દીધો. અહીં રિફંડ માટે તેણે પોતાની વિગતો આપ્યાની થોડી જ મિનિટ બાદ તેનું બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયું.