નવી દિલ્હીઃ હીરો મોટોકોર્પે ભારતીય બજારમાં પોતાની લોકપ્રિય બાઈક્સમાંથી એક સુપર સ્પ્લેન્ડરનું BS6 મોડલ લોન્ચ કર્યું છે. દિલ્હીમાં તેની એક્સ શોરૂમ કિંમત 67,300 રૂપિયાથી શરૂ થાય છે. કંપની અનુસાર તેણે પોતાના તમામ BS-IV વાહનોનું ઉત્પાદન બંધ કરી દીધું છે.


BS VI ઉત્સર્જન માનક પ્રમાણે સુપર સ્પ્લેન્ડરમાં 125 સીસીનું એન્જિન છે જે 10.73 હોર્સપાવરની ક્ષમતા ઉત્પન્ન કરે છે. આ જૂની મોટરસાઈકલના જૂના વર્ઝનથી 19 ટકા વધારે છે.

કંપનીએ તેને સામાન્ય બ્રેક અને ડિસ્ક બ્રેકમાં ઉતારી છે જેની કિંમત ક્રમશઃ 67,300 રૂપિયા અને 70,800 રૂપિયા છે. ઉપરાંત તેમાં સેલ્ફ સ્ટાર્ટ અને એલોય વ્હીલ પણ છે.



આ પ્રસંગે કંપનીના વૈશ્વિક ઉત્પાદ યોજના પ્રમુખ માલો લા મૈસને કહ્યું હતું કે સુપર સ્પ્લેંડર દેશમાં સૌથી લોકપ્રિય મોટરસાઇકલ તરીકે યથાવત્ છે. અમને આશા છે કે બીએસ-6 માનકવાળી સુપર સ્પ્લેંડર સાથે આ વલણ વધારે મજબૂત થશે. આ સાથે જ અમારો લગભગ બધો પોર્ટફોલિયો BS-6 પર ટ્રાન્સફર થઈ ગયો છે.

કંપની પહેલા જ બીએસ-4 ઉત્પાદોના નિર્માણ અટકાવી ચૂકી છે. કંપનીએ હાલમાં જ બીએસ-6 માનકવાળી એકસ્ટ્રીમ 160 આર (Xtrme 160R), Passion Pro BS-6 અને Glamour BS-6 રજુ કરી હતી.