મુંબઈઃ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓ ઘર બેઠે ચાર ધામના દર્શન કરાવશે. રિલાયન્સ જિઓ, ટૂંકમાં જ ઉત્તરાખંડ સ્થિત ચારધામ સહિત અનેક પ્રમુખ મંદિરોમાં થનારી આરતીની લાઈવસ્ટ્રીમિંગ કરશે. તેનાથી ખાસ કરીને એ શ્રદ્ધાળુઓને ફાયદો થશે જે કોઈ કારણે આ ધામની યાત્રા નથી કરી શકતા. તેના માટે  જિઓ ટૂંકમાં જ ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરી તેને ઉત્તરાખંડ સરકારને ઉપલબ્ધ કરાવશે. ત્યાર બાદ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સહિત ધાર્મિક સ્થળોના દર્શન કરી શકાશે.


ઉત્તરાખંડમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે, પરંતુ લાખો અન્ય લોકો એવા પણ છે પૂરી શ્રદ્ધા હોવા પર પણ કોઈ કારણોસર અહીં નથી આવી શકતા. આવા શ્રદ્ધાળુ માટે રાજ્ય સરાકર જિઓની મદદથી ઓનલાઈન વ્યવસ્થા કરવા જઈ રહી છે.

વર્ષ 2018માં ઉત્તરાખંડ ઇન્વેસ્ટર્સ સમિટ પહેલા મુંબઈમાં આયોજિત રોડ શો દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમે મુકેશ અંબાણીએ મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતની સાથે મુલાકાત દરમિયાન ડિજિટલ ઉત્તરાખંડ માટે નેટ કનેક્ટીવિટીમાં મદદ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

રિલાયન્સ જિઓએ ફાઇબર કનેક્ટિવિટી પર કામ કર્યું હતું જ્યાં લગભગ 89 ટકા કામ કરવામાં આવ્યું છે. આ માટે મુખ્યમંત્રી રાવતે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, “વિશ્વભરના લોકો ઉત્તરાખંડની આધ્યાત્મિકતાથી ચારધામ અને અન્ય મોટા મંદિરોના જીવંત દર્શનથી પરિચિત થઈ શકશે. શારીરિક સ્વાસ્થ્ય અથવા અન્ય કારણોસર આવવા ન શકતા ભક્તો ચારધામ દર્શનનો લાભ લઈ શકશે.