નવી દિલ્હી: એફએમસીજી કંપની હિંદુસ્તાન યુનિલીવર લિમિટિડે ગુરુવારે પોતાની લોકપ્રિય સ્કિનકેર બ્રાન્ડ ‘ફેયર એન્ડ લવલી’માંથી ‘ફેયર’ શબ્દ હટાવીને તેનું નામ ‘ગ્લો એન્ડ લવલી’ કરી દીધું છે. કંપની અનુસાર, તેની આ બ્રાન્ડનું નવું નામ ‘ગ્લો એન્ડ લવલી’ રહેશે. કંપનીએ સુંદરતાના સકારાત્મક પાસા માટે વધુ વ્યાપક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે.


કંપનીના એક નિવેદમાં કહેવામાં આવ્યું કે પુરુષો માટે તેના ઉત્પાદનોની રેન્જને હવે ‘ગ્લો એન્ડ હેન્ડસમ’ કહેવામાં આવશે. કંપનીએ 25 જૂનના રોજ પોતાની લોકપ્રિય સ્કિનકેર બ્રાન્ડ ‘ફેયર એન્ડ લવલી’થી ફેયર શબ્દ હટાવવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા સહિત યૂરોપીયન દેશોમાં ‘બ્લેક લાઈવ્સ મેટર’ આંદોલને જોર પકડા અનેક સૌંદર્ય પ્રસાદન ઉત્પાદન પર સવાલો ઉઠાવાવવાં આવ્યા હતા. હાલમાં જ અમેરિકી હેલ્થકેર અને એફએમસીજી કંપની જોનસન એન્ડ જોનસને ભારત સહિત દુનિયાભરમાં પોતાની સ્કિન વ્હાઈટનિંગ ક્રીમનું વેચાણ રોકી દીધું હતું.