નવી દિલ્હીઃ જો તમે હજુ સુધી PAN Card ન કઢાવ્યું હોય તો, તમારા માટે ખુશ ખબર છે. હવે તમે Post Officeમાં જઈને PAN Card માટે અરજી કરી શકો છો. ઇન્ડિયા પોસ્ટે ગુરુવારે ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. હાલના સમયમાં Aadhar Card ઉપરાંત PAN Card પણ ઘણું જરૂરી થઈ ગયું છે. PAN Cardનો ઉપયોગ નાણાંકીય લેવડ દેવડમાં પણ કરવામાં આવે છે. તમે ધર બેઠે પણ PAN Card માટે ઓનલાઈન અરજી કરી શકો છો.
ઇન્ડિયા પોસ્ટ કર્યું ટ્વીટ
ઇન્ડિયા પોસ્ટે ગુરુવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હીત. તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરવામાં આવ્યું કે – “PAN Cardના અનેક લાભ છે અને તમે પસંદગીની Post Officeમાં તેના માટે અરજી કરી શકો છો. આ અનેક નાણાંકીય લેવડ દેવડ માટે મદદરૂપ છે.” #AapkaDostIndiaPost
આ કામમાં જરૂરી છે PAN Card
PAN Card એક ઓળખ કાર્ડ તરીકે પણ કામ કરે છે. પાનકાર્ડ બેંક ખાતું ખોલવા, 50 હજાર રૂપિયાથી વધુના નાણાંકીય વ્યવહાર અને આવકવેરા રીટર્ન ભરવા માટે જરૂરી છે. આ ઉપરાંત મિલકતની ખરીદીમાં પણ તે જરૂરી છે. તમે PAN Card માટે ઓનલાઇન અરજી કરી શકો છો. આ માટે તમારે તમારું અપડેટ કરેલું આધારકાર્ડ, ફોટો અને અન્ય વિગતો આપવી પડશે.
આ લિંકથી પણ કરી શકો છો અરજી
Post Office ઉપરાંત તમે ઘર બેઠે ઓનલાઈન અરજી પણ કરી શકો છો. તેના માટે તમારે વેબસાઈ http://www.onlineservices.nsdl.com/ પર જવાનું રહેશે. અહીં તમારે તમારા Aadhar Card સહિતની અન્ય જરૂરી જાણકારી આપવી પડશે. ઉપરાંત તમારે PAN Card માટેની ફી પણ ઓનલાઈન જ જમા કરાવવાની રહેશે. થોડા દિવસ બાદ PAN Card તમારા ઘરના સરનામાં પર મોકલી દેવામાં આવશે.