નવી દિલ્હીઃ દરેક પગારદાર વ્યક્તિ પોતાના જીવનની કમાણીનો એક ભાગ પીએફ ખાતામાં જમા કરે છે. તેને આ પૈસા રિટાયરમેન્ટ ફંડના રૂપમાં મળે છે. સાથે  માંદગી, શિક્ષણ અથવા બાળકોના લગ્ન ખર્ચ, ઘર ખરીદવા વગેરે માટે તમે પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો.


સરકારે વર્ષ 2004માં જૂની પેન્શન યોજના બંધ કરી દીધી હતી. આવી સ્થિતિમાં પ્રથમ સરકારી કર્મચારીઓ માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન બનાવવામાં આવ્યું હતું. બાદમાં આમાં ખાનગી કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. દર મહિને દરેક EPFO ​​ખાતાધારકના મૂળ પગારમાંથી 12 ટકા પીએફ તરીકે કાપવામાં આવે છે. આ સિવાય એમ્પ્લોયર કંપની કર્મચારીના 12 ટકા પગાર પીએફમાં જમા કરાવે છે.


કર્મચારી નિવૃત્તિ પછી પીએફમાં જમા કરેલા પૈસા સંપૂર્ણ ઉપાડી શકે છે. આ ખાતામાં EPFO ​​નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમે 7 લાખ રૂપિયાની વીમા પોલિસીનો લાભ પણ લઈ શકો છો. જો તમે PF એકાઉન્ટમાં કાંઇ અપડેટ કરવા માંગો છો તો તમે આ અપડેટ ઓનલાઈન કરી શકો છો. તો ચાલો અમે તમને તે પ્રક્રિયા વિશે જણાવીએ જેના દ્વારા તમે PF એકાઉન્ટમાં મોબાઈલ નંબર અને અન્ય વિગતો અપડેટ કરી શકો છો.


બેંક વિગતો અપડેટ કરવા માટે, તમે પહેલા https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર ક્લિક કરો. આ EPFOની સત્તાવાર વેબસાઇટ છે. પછી તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરો.


તે પછી મેનેજ ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ એક પેજ ખુલશે જેમાં તમારે Click on KYC Document To Add પર ક્લિક કરવું પડશે. અહીં તમે બેંક વિગતોનો વિકલ્પ જોશો જેના પર ક્લિક કરો.


આ પછી તમારો બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ દાખલ કરો. અંતમાં તેને સેવ કરી દો.  તમારે કંપનીના એચઆરને બેંકની વિગતો બદલવાની માહિતી પણ આપવી પડશે. જ્યારે કંપનીના HR આ અપડેટને મંજૂરી આપશે ત્યારે EPFOમાં એકાઉન્ટ પણ અપડેટ થઈ જશે.


મોબાઇલ નંબર અપડેટ કરવા માટે તમારે EPFOની સત્તાવાર વેબસાઇટ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર ક્લિક કરવું પડશે. અહીં તમે Contact Details પર ક્લિક કરો. ત્યારબાદ મોબાઈલ નંબર અપડેટ વિકલ્પ પસંદ કરો.


મોબાઈલ નંબર અપડેટ કરવા માટે પહેલા મોબાઈલ નંબર એન્ટર કરો. આ પછી તમારા મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેને દાખલ કરો, તે પછી તેને સબમિટ કરો. તમારો મોબાઇલ નંબર અને બેંક વિગતો બંને અપડેટ કરવામાં આવશે.


Hero Destini: નવા કલર ઓપ્શન અને ફીચર્સ સાથે હીરોએ લોન્ચ કર્યુ Hero Destini 125 XTEC, જાણો કેવા છે ફીચર્સ અને કિંમત


કોરોનાનો નવો વેરિયન્ટઃ ઓમિક્રોન કરતાં 10 ટકા વધુ ઝડપે ફેલાશે નવો વેરિયન્ટ, જાણો WHOએ શું ચેતવણી આપી


Astro: નોકરીમાં પ્રમોશન માટે લીલી ઈલાયચીનો આ ઉપાય છે ખૂબ ચમત્કારી, અપનાવતાં જ બતાવવા લાગે છે અસર


i-Khedut: આ પોર્ટલ પરથી ગુજરાતના ખેડૂતોને આંગળીના ટેરવે મળે છે હવામાન સહિતની તમામ માહિતી, જાણો વિગત