Gujarat Agriculture News: ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્કીમ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે આઈખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવવી પડે છે.  આ ઉપરાંત ખેડૂતોનો સમય બચે અને તેમને ઘરે બેઠાં જ બધી સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે I-khedut પોર્ટલ પર ખેડૂતને જરૂરી તમામ યોજનાઓની માહિતી, સાધન સામગ્રીની વિગતો, કૃષિ વિશે મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ, હવામાનની માહિતી વગેરે બસ આંગળીના ટેરવા પર ઉપલબ્ધ છે.


i-Khedut પોર્ટલ પર કઈ કઈ માહિતી મળે છે



  • વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી

  • યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી

  • લાભાર્થીઓની યાદી

  • ડિલર પાસે ઉપલબ્ધ કૃષિ વિષયક સાધન સામગ્રીની વિગતો

  • કૃષિ ધિરાણ આપનાર બેંક/સંસ્થાની માહિતી

  • અદ્યતન કૃષિ અને સંલ્ગન વિષયક તાંત્રિક માહિતી

  • કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ,સીના બજાર ભાવ

  • ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ

  • ખેતીની જમીન ખાતાની વિગતો

  • હવામાનની માહિતી


આઈ ખેડૂત પોર્ટલ પર સહાયની કેવી રીતે કરશો અરજી


આઈ ખેડૂત પોર્ટલ પર સહાય યોજનાઓની ઓનલાઇન અરજી કરવા માટે ખેડૂતો ગ્રામ પંચાયતમાં વી.સી.ઇ. પાસે અરજી કરાવી શકશે. આ ઉપરાંત આઈ ખેડુત પોર્ટલ પરની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી માટે જે તે ગામના ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.




આ પણ વાંચોઃ


IPL 2022, KKR vs PBKS: શાહરૂખ આઉટ થતાં જ ખુશીની નાચી ઉઠી સુહાના ખાન, અનન્યા પાંડેએ આપ્યું આવું રિએકશન, જુઓ વીડિયો


Horoscope 2 April 2022: આજથી ચૈત્ર નવરાત્રિ, આ રાશિના જાતકો પર વરસશે માતા દુર્ગાની કૃપા, જાણો રાશિફળ


Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1260 નવા કેસ નોંધાયા, 83 સંક્રમિતોના મોત