નવી દિલ્હીઃ તાજેતરમાં કેન્દ્ર સરકારે તમામ બેંકોને ખાતાધારકોને આધાર કાર્ડ સાથે જોડવાનો આદેશ આપ્યો હતો. જે બાદ આધારને બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવાની પ્રક્રિયા ઝડપી બની ગઈ છે. આધાર અને બેંક એકાઉન્ટ લિંક હોવા જરૂરી છે. પેંશન, એલપીજી સબસિડી કે સરકારી યોજનાના રૂપિયા સીધા બેંક એકાઉન્ટમાં જાય છે.


અહીંયા અમે તમને ઘરે બેઠા તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક છે કે નહીં તે જણાવી રહ્યા છીએ.

- સૌથી પહેલા તમારે uidai.gov.in વેબસાઇટ પર જવું પડશે.

- જે બાદ Aadhaar Services વાળા સેક્શન પર Check Aadhaar & Bank Account Linking Status પર જાવ.

- Check Aadhaar & Bank Account Linking Status લિંક ક્લિક કરવા પર નવું પેજ ખુલશે. જ્યાં 12 આંકડાનો આધાર નંબર નાંખવો પડશે.

- આધાર નંબર નાંખ્યા બાદ સિક્યોરિટી કોડ બતાવશે.

- સિક્યોરિટી કોડ નાંખ્યા બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પર એક ઓટીપી મેસેજ આવશે. ઓટીપી નાંખો અને લોગઇન કરો.

- જો બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક હશે તો આ મેસેજ તમને જોવા મળશે - Congratulations! Your Bank Aadhaar Mapping has been done.

આ રીતે તમારું બેંક એકાઉન્ટ અને આધાર લિંક છે કે નહીં તે ચેક કરી શકો છો.

AUS v IND: વન ડેમાં ડેબ્યૂ બાદ પ્રથમ વખત એક વર્ષમાં સદી નથી ફટકારી શક્યો કોહલી, જાણો કયા વર્ષે ફટકારી સૌથી વધુ સદી

India vs Australia:  પંડ્યા-જાડેજાએ તોડ્યો 21 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગત