મેચમાં વિરાટ કોહલી 78 બોલમાં 63 રન બનાવી આઉટ થયો હતો. 2008માં ડેબ્યૂ કર્યા બાદ પ્રથમ વખત કોહલી એક વર્ષ દરમિયાન વન ડેમાં સદી ફટકારી શક્યો નથી. જોકે કોરોના વાયરસ મહામારીના કારણે ચાલુ વર્ષે વધારે વન ડે આંતરરાષ્ટ્રીય મેચ પણ રમાઈ નથી. ભારતની ચાલુ વર્ષે આ અંતિમ વન ડે છે.
ચાલુ વર્ષે વિરાટ કોહલીએ 9 વન ડે મેચ રમી છે. જેમાં પાંચ અડધી સદી ફટકારી શક્યો છે. જેમાંથી તેણે ચાર ઓસ્ટ્રેલિયા સામે અને એક ન્યૂઝીલેન્ડ સામે મારી છે. ચાલુ વર્ષે બે વખત તે સદી લગાવવાથી ચૂકી ગયો હતો. કોહલીએ બે વખત 89 રન બનાવ્યા હતા અને બંને ઈનિંગ ઓસ્ટ્રેલિયા સામે જ રમ્યો હતો. ચાલુ વર્ષે કોહલીએ 47.88ની સરેરાશથી 431 રન બનાવ્યા છે. વર્તમાન સીરિઝમાં ત્રણ મેચમાં અનુક્રમે 21 રન, 89 રન અને 63 રન બનાવ્યા છે.
જાણો કોહલીએ કયા વર્ષે સૌથી વધારે સદી મારી
2008: વન ડે મેચની પાંચ ઈનિંગમાં એક પણ સદી નહી
2009: વન ડે મેચની આઠ ઈનિંગમાં એક સદી
2010: વન ડે મેચની 24 ઈનિંગમાં ત્રણ સદી
2011: વન ડે મેચની 34 ઈનિંગમાં ચાર સદી
2012: વન ડે મેચની 17 ઈનિંગમાં પાંચ સદી
2013: વન ડે મેચની 30 ઈનિંગમાં ચાર સદી
2014: વન ડે મેચની 20 ઈનિંગમાં ચાર સદી
2015: વન ડે મેચની 20 ઈનિંગમાં બે સદી
2016: વન ડે મેચની 10 ઈનિંગમાં ત્રણ સદી
2017: વન ડે મેચની 26 ઈનિંગમાં છ સદી
2018: વન ડે મેચની 14 ઈનિંગમાં છ સદી
2019: વન ડે મેચની 25 ઈનિંગમાં પાંચ સદી
2020: વન ડે મેચની 9 ઈનિંગમાં એક પણ સદી નહી
India vs Australia: પંડ્યા-જાડેજાએ તોડ્યો 21 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગત