આધારકાર્ડનો ઉપયોગ હવે મોટાભાગે દરેક જગ્યાએ કરવામાં આવે છે. સરકારી પરીક્ષાઓમાં ઓળખપત્રથી લઈને બેંકમાં એકાઉન્ટ ખોલાવવા સુધીની દરેક બાબતમાં આધારકાર્ડ ખૂબ જ મહત્વનું દસ્તાવેજ છે.  કેટલાક લોકોના આધાર કાર્ડમાં વર્ષો જુના ફોટો હોય છે. જે હાલમાં ખૂબ અલગ લાગતા હોય છે.  આજે અમે તમને બતાવીશું કે કેવી રીતે તમે તમારા આધારકાર્ડ પર જૂનો ફોટો હટાવી નવો ફોટો બદલી શકો છો.


UIDAI દ્વારા આધારકાર્ડમાં ફોટો બદલવા માટેની સુવિધા આપવામાં આવી છે. ફોટો બદલવા માટે તમારે માત્ર 100 રુપિયાનો ચાર્જ ભરવો પડશે. 


ફોટો બદલાવવા માટે તમારે નજીકના આધાર સેવા કેન્દ્રમાં જવાનું રહેશે. દેશના કેટલાય શહેરોમાં આધારકાર્ડ માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ પણ મળી શકતી હોય છે. 


ફોટો બદલાવવા માટે Enrolment કરેક્શન ફોર્મ ભરવાનું રહેશે


ફોટો બદલાવવા માટે તમારે Aadhar Enrolment/Currection /Update ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ UIDAI ની વેબસાઈટ પરથી ડાઉનલોડ પણ કરી શકાય છે. 


જરૂરી દરેક ડિટેલ્સ ભરી ફોર્મ જમા કરાવવાનું રહેશે


આધાર કેન્દ્ર પર જઈને એક્ઝીક્યુટિવને ફોર્મ જમા કરાવ્યા બાદ તે તમારો ત્યા નવો ફોટો ક્લિક કરશે. એટલા માટે તમારે  બેસીને નવો ફોટો ક્લિક કરાવવાનો રહેશે. જો આ ક્લિક થયેલો ફોટો તમારે જોવો હોય તો તેનું પ્રિવ્યું પણ જોઈ શકો છો.  



POST દ્વારા આ રીતે કરો Aadhaarમાં ફોટામાં બદલાવ કરો 


UIDAI પોર્ટલ પર ‘Aadhaar Card Update Correction’ ફોર્મને ડાઉનલોડ કરો
ફોર્મમાં પૂછવામાં આવેલી દરેક જાણકારી ભરો
UIDAIનાં ક્ષેત્રીય કાર્યાલયના નામે આધારકાર્ડ અપડેટ કરાવવા માટે પત્ર લખો.
પત્રની સાથે પોતાના સ્વ-પ્રમાણિત ફોટો(સાઈન કરીને)ને અટેચ કરી દો.
ફોર્મ અને પત્ર બંનેને UIDAIનાં કાર્યાલયનું સરનામું લખીને પોસ્ટ કરો.
ઘરની પાસેનાં UIDAI કેન્દ્રનું સરનામું ઓનલાઈન સાઈટ પરથી મળી જાય છે.
બે સપ્તાહની અંદર નવા ફોટોગ્રાફની સાથે નવું આધાર કાર્ડ મળી જશે. 


આધારકાર્ડમાં દરેક ભારતીય નાગરિક ડેટાબેસ જેવાંકે, નામ, સરનામું, મોબાઈલ નંબર, ફોટાની સાથે તેમની બાયોમેટ્રિક જાણકારી વગેરે હોય છે. આ બધી જ જાણકારી સાચી હોવાની સાથે અપડેટ પણ હોતા રહેવું જોઈએ. આપણે ઘણીવાર જોઈએ છીએ કે,લોકો પોતાના મોબાઈલ નંબર બદલી નાંખે છે. પરંતુ તેને બેંક ખાતા, આધારકાર્ડ (Aadhaar Card)તેમજ સરકારી રેકોર્ડમાં અપડેટ કરાવતા નથી. આ કારણે બેંકિંગ છેતરપિંડીની સહિત ઘણી અન્ય મુસીબતોનો સામનો કરવો પડે છે.