Twitter-Meta Layoffs: જ્યારથી એલન મસ્કે સોશિલ મીડિયા કંપની ટ્વિટરને ખરીદી છે ત્યારથી મોટા પાયે કર્મચારીઓની મોટા પાયે હકાલપટ્ટી શરૂ કરી દીધી છે. અહેવાલ પ્રમાણે કંપનીએ તેના કુલ કર્મચારીઓમાંથી અડધાને બહાર કરી દીધા છે. ટ્વિટરના રસ્તે બીજી મલ્ટિનેશનલ કંપનીઓ પણ પોતાના કર્મચારીઓનેનોકરીમાંથી બહાર કરી રહ્યાં છે.  


હવે ગુગલ, મેટા, અમેઝોન અને એચપી ઈંકે પણ કર્મચારીઓને હટાવવાનો નિર્ણય લીધો છે. આ કંપનીઓએ એક જ ઝાટકે હજારો કર્મચારીઓને બરતરફ કરી દેતા માર્કેટમાં સન્નાટો મચી જવા પામ્યો છે.  


ટ્વિટરે એક જ ઝાટકે 3,800 કર્મચારીઓને કાઢી મૂક્યા


વર્ષ 2021ના અંત સુધીમાં ટ્વિટરની ગ્લોબલ વર્કફોર્સ લગભગ 7500 હતી. પરંતુ આ વર્ષે નવેમ્બરમાં, ટ્વિટરે તેના લગભગ 50 ટકા કર્મચારીઓની છટણી કરી હતી, જેની સંખ્યા લગભગ 3,800 હતી. કંપનીના નવા માલિક મસ્કે તો ટ્વિટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને બહારનો રસ્તો બતાવ્યો હતો. તેમણે કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલ, સીએફઓ નેડ સેહગલ અને ટ્વિટરના લીગલ, ટ્રસ્ટ અને સિક્યોરિટીના વડા વિજયા ગડ્ડેને પણ બરતરફ કરી દીધા હતાં.


ટ્વિટર પછી મેટાએ હજારો કર્મચારીઓને કાઢી મૂક્યા


ટ્વિટર પછી ફેસબુકની પેરેન્ટ ફર્મ મેટાએ મોટા પાયે છટણી કરી. મેટાએ કંપનીમાંથી લગભગ 11 હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા હતા.


ગૂગલે પણ છૂટા કરી દીધા


ટેક જાયન્ટ ગૂગલે પણ કંપનીમાંથી છટણી કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૂગલ 10,000 કર્મચારીઓની છટણી કરશે.


એમેઝોન 10 હજાર કર્મચારીઓની છટણી કરશે


ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, એમેઝોન કોર્પોરેટ અને ટેક્નોલોજી ક્ષેત્રે લગભગ 10,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટાડો કંપનીના ઈતિહાસમાં સૌથી મોટો હશે.


HP 6 હજાર કર્મચારીઓને પણ હટાવશે


CEO એનરિક લોરેસના જણાવ્યા અનુસાર, HP તેની રિયલ એસ્ટેટ ફૂટપ્રિન્ટ ઘટાડશે અને ખર્ચને નિયંત્રિત કરવા માટે આગામી ત્રણ વર્ષમાં તેના 61,000 વૈશ્વિક કર્મચારીઓમાંથી 10% સુધીનો ઘટાડો કરશે.