Hurun India family businesses: ગુપ્તા, મહેતા, પટેલ, અગ્રવાલ, જૈન અને દેસાઈ... આ કેટલીક અટકો છે, જે ભારતમાં બિઝનેસ ફેમિલીઝની ચર્ચા કરતાં જ મનમાં આવે છે. હુરુન ઇન્ડિયાએ 'મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસેસ'ની યાદી બહાર પાડી છે.


ચાલો જાણીએ કે કઈ અટકના પરિવારોએ આ યાદીમાં સૌથી વધુ જગ્યા બનાવી છે.


રિપોર્ટ મુજબ ગુપ્તા અટક બિઝનેસ પરિવારોમાં ટોચ પર છે. તેના પછી પટેલ અને અગ્રવાલ અટકના કારોબારીઓનો નંબર આવે છે.


ગુપ્તા અટક: ગુપ્તા અટકના 9 પરિવારો યાદીમાં સામેલ છે. અનિલ રાય ગુપ્તા પરિવારની હેવેલ્સ ઇન્ડિયા સૌથી ઉપર છે, જેનું વેલ્યુએશન 91,600 કરોડ રૂપિયા છે.


પટેલ પરિવાર: પટેલ અટક 08 પરિવારો સાથે યાદીમાં બીજા સ્થાને છે. તેમાં ઝાયડસ લાઇફસાયન્સિસના માલિક પંકજ પટેલનો પરિવાર ટોચ પર છે, જેનું વેલ્યુએશન 1.02 લાખ કરોડ રૂપિયા છે.


અગ્રવાલ અને જૈન: અગ્રવાલ અને જૈન અટકના પરિવારો સંખ્યાના મામલે આ યાદીમાં ત્રીજા સ્થાને રહ્યા.


અગ્રવાલ અટકમાં સૌથી ઉપર અનિલ અગ્રવાલનો પરિવાર છે, જે વેદાંતાના માલિક છે. આ પરિવારનું કુલ વેલ્યુએશન 1.42 લાખ કરોડ રૂપિયા છે.


બીજી તરફ જૈન અટકમાં વિવેક જૈન પરિવાર સૌથી ઉપર છે, જેનું 50,000 કરોડ રૂપિયાનું વેલ્યુએશન છે. આ પરિવાર InoxGLF ગ્રુપનો માલિક છે.


મહેતા પરિવાર: મહેતા અટક યાદીમાં સામેલ કારોબારીઓમાં ચોથી સૌથી સામાન્ય અટક છે. આ યાદીમાં સમીર મહેતાના પરિવારનું નામ સામેલ છે, જે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ (Torrent Pharmaceuticals) ચલાવે છે. તેમનું કુલ વેલ્યુએશન 1.43 લાખ કરોડ રૂપિયા છે.


દેસાઈ, સિંહ અને ગોયનકા: દેસાઈ, સિંહ અને ગોયનકા અટક હુરુન યાદીમાં પાંચમા સ્થાને છે. દેસાઈ અટકનું નેતૃત્વ કુશાલ દેસાઈ પરિવાર કરી રહ્યું છે, જે અપાર ઇન્ડસ્ટ્રીઝ (Apar Industries)નો માલિક છે, જેનું કુલ 24,700 કરોડ રૂપિયાનું વેલ્યુએશન છે.


સિંહ અટકનું નેતૃત્વ રાજીવ સિંહ પરિવાર કરે છે, જે DLFના માલિક છે. પરિવારનું કુલ વેલ્યુએશન 2.04 લાખ કરોડ રૂપિયા છે.


ગોયનકા અટકનું નેતૃત્વ હર્ષ ગોયનકા પરિવાર દ્વારા કરવામાં આવે છે, જે KEC ઇન્ટરનેશનલના માલિક છે, જેનું વેલ્યુએશન 42,400 કરોડ રૂપિયા છે.


આ પણ વાંચોઃ 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં મળશે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થશે આટલો વધારો