નવી દિલ્હીઃ હ્યુન્ડાઈએ ભારતમાં એસયુવી Venueને સત્તાવાર રીતે લોન્ચ કરી દીધી છે. કંપનીએ પ્રારંભિક કિંમત 6.50 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) રાખી છે. આ કાર હ્યુન્ડાઈ તરફથી કોમ્પેક્ટ SUV સેગમેન્ટની પ્રથમ કાર છે. ઉપરાંત ભારતની પ્રથમ કનેક્ટેડ કાર પણ છે. આ કાર સેગમેન્ટની અન્ય કારને ટક્કર આપશે.  ગ્રાહકોને આ નવી SUV, E, S, SX, SX dual-tone અને SX(O) વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ થશે. હ્યુન્ડાઈની બ્લૂલિંક ટેક્નોલોજીથી લેસ હોય તેવી હ્યુન્ડાઈની આ પ્રથમ કાર છે.


વેન્યૂની ડિઝાઇન ઘણી બોલ્ડ છે. સાઇડમાંથી આ કાર ક્રેટા જેવી દેખાય છે, પરંતુ ફન્ટ અને રિયર સાઇડ એકદમ અલગ છે. એસયુવીમાં કેસકેટિંગ ગ્રિલ, સ્પિલટ હેડલેમ્પ્સ, પ્રોજેક્ટર ફોગ લેમ્પસ, એલઈડી ટેલલેમ્પસ, 16 ઈંચ ડાયમંડ કટ એલોય વ્હીલ આપવામાં આવ્યા છે. સાઇડમાં સ્ટ્રોંગ કેરેક્ટર લાઇન્સ તેના લુકને સ્પોર્ટી બનાવે છે. એસયુવીમાં પ્રીમિયર લેઝર કટ ફિનિશ ડેશબોર્ડ અને ફેબ્રિક તથા લેધર ફિનિશ સીટ્સ આપવામાં આવી છે. જે કેબિયનને પ્રીમિયમ બનાવે છે. તેમાં સ્લાઇડિંગ ફ્રંટ આર્મ રેસ્ટ અને કપ હોલ્ડર સાથે રિયર આર્મ રેસ્ટ આપવામાં આવ્યા છે.

વેન્યૂમાં એસયૂવી 10 કલર ઓપ્શનમાં મળશે.  Hyundai Venueને ત્રણ એન્જિન ઓપ્શનમાં ઉતારવામાં આવી છે. જેમાં બે પેટ્રોલ અને એક ડીઝલ એન્જિન છે. જે ગ્રાહકોને DCT અને MT બંને ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 1.2 લીટર પેટ્રોલ એન્જિન 82 bhpનો પાવર અને 114 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. 1.4 સીટર ડીઝલ એન્જિન 89 bhpનો પાવર અને 220 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. 1.0 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન 118 bhpનો પાવર અને 172 Nm પીક ટોર્ક જનરેટ કરે છે.


1.2 લીટર પેટ્રોલ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને 1.4 લીટર ડીઝલ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનથી લેસ છે. 1.0 લીટર ટર્બોચાર્જડ પેટ્રોલ એન્જિનની સાથે 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ ડ્યૂલ-ક્લચ ટ્રાન્સમિશનનો ઓપ્શન આપવામાં આવ્યા છે.