નવી દિલ્હીઃ ભારતની બીજી સૌથી મોટી કાર કંપની હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા લિમિટેડે પ્રથમ કનેક્ટેડ એસયુવી હ્યુન્ડાઇ VENUEને રજૂ કરી છે. ભારતમાં આ કારનું લોન્ચિંગ મે મહિનામાં કરવામાં આવશે. ભારતમાં આ કારનો મુકાબોલ ફોર્ડ ઇકો સ્પોર્ટ, ટાટા નેક્સન, મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા અને મહિન્દ્રા એક્સયુવી 300 સાથે થશે.




આ કારમાં કનેક્ટિવિટી માટે બ્લૂલિંગ ટેક્નોલોજી આપવામાં આવી છે. જેમાં 33 કનેક્ટિવિટી ફીચર્સ પણ છે. તેમાંથી 10 ફીચર્સ ખાસ ભારત માટે જ સામેલ કરવામાં આવ્યા છે. આ ફીચર્સમાં લોકેશન બેસ્ડ સર્વિસ, AI બેસ્ડ વોઇસ કમાન્ડ્સ અને એન્જિન, AC અને દરવાજા માટે રિમોટ  ફંકશન્સ મળશે.



સેફ્ટી માટે તેમાં સ્ટાન્ડર્ડ ડ્યુઅલ ફ્રંટ એરબેગ્સ, એબીએસ, સીટ બેલ્ટ રિમાઇન્ડર અને રિયર પાર્કિંગ સેન્સર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક ફીચર્સ જેવાકે ઇલેક્ટ્રિક સનરૂફ, વાયરલેસ ફોન ચાર્જિંગ, એર પ્યૂરિફાયર અને ક્રૂઝ કંટ્રોલ પણ છે.



ટેક્નિકલ સ્પેસિફિકેશન્સની વાત કરવામાં આવે તો હાઉસ ડેવલપ્ડ 7 સ્પીડ એન્ડ એડવાન્સ્ડ ડીસીટી ટેકનોલોજી આપવામાં આવી હોય તેવી કંપનીની પ્રથમ કાર છે. ઉપરાંત 6 MT અને 5 MT ટ્રાન્સમિશન પણ ઉપલબ્ધ હશે. Venue કારમાં 1.2 L Kappa પેટ્રોલ અને 1.4 ડીઝલ એન્જિન સાથે Kappa 1.0  લીટર ટર્બો (T) GD પેટ્રોલ એન્જિન પણ આવશે.



આ કારને ખાસ યુવાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. કારની કિંમત એક્સ શો રૂમ દિલ્હી 8 લાખ રૂપિયા હોઇ શકે છે.