અમદાવાદઃ વિશ્વનાં સૌથી મોટા સ્વતંત્ર માઈક્રોસોફટ પાર્ટનર એસોસિએશન-ઈન્ટરનેશનલ એસોસિએશન ફોર માઈક્રોસોફટ ચેનલ પાર્ટનર્સ (આઈએએમસીપી)નાં ગુજરાત ચેપ્ટરનો આરંભ થયો છે. માઈક્રોસોફટ ઈન્ડિયાના જનરલ મેનેજર-પાર્ટનર ઈકોસિસ્ટમ રાજીવ સોઢી દ્વારા ગુજરાત ચેપ્ટરનો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માઇક્રોસોફ્ટના ઉચ્ચ પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આઈએએમસીપીનાં ગુજરાત ચેપ્ટરની યોજાયેલી પ્રથમ મિટીંગમાં 50થી પણ વધુ પાર્ટનરોએ ભાગ લીધો હતો.
આઈએએમસીપી ગુજરાત ચેપ્ટરની રજૂઆત પ્રસંગે માઈક્રોસોફટ ઈન્ડિયાનાં જનરલ મેનેજર પાર્ટનર ઈકોસિસ્ટમ રાજીવ સોઢીએ જણાવ્યું હતું કે, ‘આઈએએમસીપીના ગુજરાત ચેપ્ટરની રજૂઆત કરતા મને આનંદ થાય છે. માઈક્રોસોફટની સફળતા તેના પાર્ટનરો અને તેમના નાવિન્યપૂર્ણ સોલ્યુશન્સ તરફ આધાર રાખે છે, જે અમારા ગ્રાહકોને વૃધ્ધિ તરફ દોરી જાય છે. ગુજરાતની ઉદ્યોગ સાહસિક ઉર્જા જાણીતી છે અને અમારા પાર્ટનરો સંસ્થાઓને ખાસ કરીને એસએમબીએસને મદદરૂપ થવા તૈયાર છે. આઈએએમસીપી ચેપ્ટર તેના પાર્ટનરોને એક છત્ર નીચે લાવીને તેમના જોડાણનું સંવર્ધન કરશે અને તેમની શ્રેષ્ઠ પ્રેકટીસીસનું આદાનપ્રદાન કરશે.’
આઈએએમસીપી ઈન્ડિયાનાં પ્રેસિડેન્ટ સુરેશ રામાણીએ આ પ્રસંગે આઈએએમસીપીનાં પ્લેટફોર્મ દ્વારા પાર્ટનરો કેવી રીતે ફાયદો મેળવી શકે અને વ્યાપારની વૃધ્ધિ કરી શકે તે અંગે વાત કરી હતી. તેમણે આઈએએમસીપીનાં પાર્ટનરીંગ અને લર્નીંગનાં સંદર્ભમાં મુલ્યો વિશે પણ વાત કરી હતી. તેમણે વિશેષપણે વિમેન ઈન ટેકનોલોજી (ડબલ્યુઆઈટી) સમુદાય, વૈવિધ્યતા અને આઈએએમસીપીનાં ઈન્કલુઝન પગલાઓ વિશે અને તેની સભ્ય સંસ્થાઓ કેવી રીતે ફાયદો મેળવી શકે તે અંગે પણ વાત કરી હતી.
આઈએએમસીપી અમદાવાદ (ગુજરાત પ્રદેશ) ચેપ્ટરના બોર્ડમાં પાંચ મુખ્ય માઈક્રોસોફટ પાર્ટનર સંસ્થાનાં એક્ઝિક્યુટિવ્સનો સમાવેશ થાય છે. આ બોર્ડમાં પ્રેસિડેન્ટ તરીકે બિટસ્કેપનાં ડાયરેક્ટર કાર્તિક શાહ, વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સિનોવર્જનાં સહસ્થાપક નમ્રતા ગુપ્તા, સેક્રેટરી જનરલ તરીકે દેવ આઈટી લિ.નાં ડાયરેક્ટર વિશાલ વાસુ, ટ્રેઝરર તરીકે એકોમ્પલીશ કનશલ્ટીંગ પ્રા. લિ.નાં ડાયરેક્ટર અંકિત પરાશર અને વડોદરા તેમજ દ. ગુજરાતનાં પ્રાદેશિક સેક્રેટરી તરીકે આઈટીસીજીનાં ડાયરેક્ટર નિલેશ કુવડિયાનો સમાવેશ થાય છે.
આઈએએમસીપી મુખ્યત્વે પાર્ટનર ટુ પાર્ટનર નેટવર્કીંગ અને એજ્યુકેશન એન્ડ ગ્રોથ એમ બે મુખ્ય વિસ્તારો પર ધ્યાન કેન્દ્રીત કરશે. આ કાર્યક્રમમાં માઈક્રોસોફટ કાઈઝાલા માટેનાં માઈક્રોસોફટ ઈન્ડિયા ગ્લોબલ બ્લેક બેલ્ટ અનુરાગ ગોરે કાઈઝાલા સાથેની નિશ્ચિત પ્રોડક્ટીવીટી અંગે નિદર્શન આપ્યું હતું.
આઈએએમસીપીનાં ગુજરાત ચેપ્ટરની રજૂઆત પ્રસંગે માઈક્રોસોફટનાં ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. તેમાં એસએમબી બિઝનેસનાં માઈક્રોસોફટ ઈન્ડિયા એસએમબી જીયો રિજન લીડ વિનયેન્દ્ર જૈન, માઈક્રોસોફટનાં ગુજરાત સ્ટેટ ટેરીટરી ચેનલ મેનેજર અભિજિત યાર્દી અને માઈક્રોસોફટ ઈન્ડિયાના સિનીયર પાર્ટનર ચેનલ ડેવલપમેન્ટ મેનેજર દિપેન ગાંધી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.