નવી દિલ્હીઃ ખાનગી સેક્ટરની ICICI બેંકે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંક તરફથી બચત ખાતમાં રોકડા રૂપિયા ઉપાડવા કે જમા કરાવવા પર ચાર્જ વધારવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ATMથી કેશ ઉપાડવાના નિયમમાં પણ બદલાવ કર્યો છે. આ તમામ નિયમ આજથી જ લાગુ થઈ ગયા છે.


ICICI બેંકની વેબસાઇટ મુજબ, 15 ડિસેમ્બરથી રૂપિયા ઉપાડવા કે જમા કરાવવા બંને પર ચાર્જ વધારી દેવામાં આવ્યો છે. બેંક દ્વારા બચત ખાતા પર 4 ફ્રી કેશ ટ્રાન્ઝેકશનની સુવિધા આપવામાં આવે છે. જે બાદ બેંક ખાતાધારકોને 150 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ ICICI બેંકના ગ્રાહક તેમની હોમ બ્રાંચથી કેશ ઉપાડશે તો એક મહિનામાં 2 લાખ રૂપિયા સુધી કેશ ઉપાડી શકે છે. તેનાથી વધારે કેશ ઉપાડવા પર દર 1000 રૂપિયા પર 5 રૂપિયાના હિસાબે ચાર્જ લાગશે. આ ચાર્જ ઓછામાં ઓછો 150 રૂપિયા હશે.

ઉપરાંત બેંકનો ગ્રાહક હોમ બ્રાંચના બદલે અન્ય બ્રાંચથી કેશ ઉપાડશે તો માત્ર 25000 રૂપિયા સુધી કોઈ ચાર્જ નહીં લાગે. તેનાથી વધારે કેશ ટ્રાન્ઝેકશનની સ્થિતિમાં 1000 રૂપિયા પર 5 રૂપિયાના હિસાબે ચાર્જ લાગશે.

ઉપરાંત ATMથી એક મહિનામાં કેશ ટ્રાન્ઝેક્શનની લિમિટ 5 નક્કી કરવામાં આવી છે. તેનાથી વધારે ટ્રાન્ઝેક્શન પર પ્રતિ ટ્રાન્ઝેક્શન 20 રૂપિયા આપવા પડશે.

સાવરકર મુદ્દે મહારાષ્ટ્ર ગઠબંધનમાં પડી શકે છે તિરાડ, જાણો વિગત

મોંઘવારીનો વધુ એક માર, અમૂલે વધાર્યા દૂધના ભાવ, જાણો શું છે નવી કિંમત

IND v WI: આજે પ્રથમ વન ડે, જાણો કેવું રહેશે હવામાન અને કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ