બેંકનું કામ હોય કે પછી બીજો નાણાકીય વ્યવહાર હોય આ બધા કામ માટે પાન કાર્ડને એક મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. પરંતુ ઘણી વખત આપણું પાનકાર્ડ ઉતાવળ અથવા બેદરકારીને લીધે ખોવાઈ જવા પર લેવડ દેવડ કરવામાં મુશ્કેલી આવી શકે છે. પાનકાર્ડ ખોવાઈ ગયા પછી એક મોટી સમસ્યા ઉભી થાય છે. આવા કિસ્સામાં જો તમારું પાનકાર્ડ ક્યાંક ખોવાઈ ગયું છે તો તમે ઓનલાઇન અરજી કરી શકો છો અને ડુપ્લિકેટ મેળવી શકો છો. ચાલો તમને જણાવીએ કે, એકવાર પાનકાર્ડ ખોવાઈ જાય પછી તેને કેવી રીતે પુન:પ્રાપ્ત કરવું.


આવો e પાન માટે પ્રોસેસ પર નજર કરીએ


નીચે આપેલ જાણકારીને સ્ટેપ બાઈ સ્ટેપ પ્રોસેસ કરીને તમે ઈ પાન મેળવી શકો છો.



  • સૌથી પહેલા તમારે ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal જઈને લોગ ઇન કરો.

  • ત્યાર બાદ 'Instant e PAN' પર ક્લિક કરો.

  • ત્યાર બાદ 'New e PAN' વિકલ્પ પર ક્લિક કરો.

  • ત્યાર બાદ તમારો પાન નંબર નાંખો.

  • જો પાન નંબર યાદ ન હોય તો આધાર નંબરની વિગતો ભરો.

  • ત્યાર બાદ વેબસાઈટ પર અનેક નિયમો અને શરતો તમારી પાસે પોપ અપ થશે. આ તમામને ધ્યાનથી વાંચો અને 'Accept' પર ક્લિક કરો.

  • ત્યાર બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે નાંખવાનો રહેશે.

  • ત્યાર બાદ તમારે સાઈટ પર 'Confirm' પર ક્લિક કરવાનું રહેશે. કન્ફર્મ કરતા પહેલા તમારે તમારી ભરેલ તમામ જાણકારી ફરીથી ચેક જરૂર કરી લેવી અને કન્ફર્મ કરવું.

  • ત્યાર બાદ તમારું e PAN તમારા ઈ મેલ પર પીડીએફ ફોર્મમાં મોકલવામાં આવશે.


અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો


તો આ રીતે તમારું પાન કાર્ડ ખોવાઈ જવા પર વધારે સમય બગાડવાની કે લાઈનમાં ઉભા રહેવાની જરૂરત નથી. તમે વેબસાઈઠી પણ મતારું પાન કાર્ડ મેળવી શકો છો. પરંતુ યાદ રહે કે જો તમને તમારો પાન બર યાદ ન હોય તો તમારે આધાર નંબરની વિગતો ભરીને મેળવી શકો છો. પરંતુ તેના માટે તારું આધાર કાર્ડ પાન સાથે લિંક્ડ હોવું જરૂરી છે. ઇન્કમ ટેક્સ વિભાગે આમ પણ પાનને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત કર્યું છે.