જો તમે પણ લગ્ન કે અન્ય ઉપયોગ માટે સોનું ખરીદી રહ્યા છો તો આજે તમારા માટે સારા સમાચાર છે. આજે સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. ઉપરાંત ચાંદીની કિંમત પણ થોડી ઘટી છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આવો જાણે કેટલા છે આજે સોના ચાંદીના ભાવ અ ગઈકાલની તુલનામાં આટે કેટલો વધારો ઘટાડો થયો છે.
આ છે આજના ભાવ
સોના-ચાંદીની કિંમત ઘટી છે. ભારતીય બજારમાં સોના (Gold)ની કિંમત ઘટવાની સાથે સાથે ચાંદીની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે એટલે કે 17 જૂનના રોજ વારે 99.9 શુદ્ધતાવાળું 24 કેરેટના સોનાનો ભાવ 47611 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જેનો ભાવ બુધવારે સાંજે 48397 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે આજે ચાંદીની કિંમત પણ ઘટી છે. 999 શુદ્ધતાવાળી ચાંદીનો આજનો ભાવ 70079 રૂપિયા પ્રતિ કિલો છે, જે બુધવાર સાંજ સુધામાં 70079 રૂપિયા પ્રતિ કિલો હતો.
16 જૂનથી સોનામાં હોલમાર્કિંગ ફરજિયાત
નોંધનીય છે કે, દેશભરમાં 16 જૂનથી 14,18 અને 22 કેરેટના ઘરેણા પર બીઆઈએસ હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવ્યું છે. તબક્કાવાર રીતે 256 જિલ્લાઓમાં તેનો અમલ કરાશે. ગ્રાહકોની બાબતના વિભાગના મંત્રી પીયુષ ગોયલ અને જ્વેલર્સ વચ્ચે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2021 સુધી હાલના તબક્કે કોઈ પેનલ્ટી વસુલ કરાશે નહી.
ઉદ્યોગએ રજુ કરેલી ચિંતા અંગે સરકારે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી છે અને તેનો ઉકેલ આવી જશે. વાર્ષિક 40 લાખ સુધીનું ટર્નઓવર ધરાવનારને હોલમાર્કિંગમાંથી મુક્તિ અપાઈ છે. 256 જિલ્લામાં જ્વેલર્સ 14, 18 અને 22 કેરેટના સોનાના ધરેણાનું વેચાણ કરી શકશે. જો કે ઘડિયાળ, ફાઉંટેન પેન અને વિશેષ પ્રકારની જ્વેલરીને હોલમાર્કિંગમાંથી મુક્તિ અપાઈ છે.
અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે સરકારે કાયદામાં રહેલી પળોજણ સુધઆરવા માટે દેશભરમાંથી વિવિધ એસોસિએશનના પ્રમુખની ટીમ બનાવી છે. જે છેલ્લા 15 દિવસથી આખરી ઓપ આપવા માટેના પ્રયત્નો કરી રહ્યાં છે.