છેલ્લા કેટલાક દિવસમાં એવા કિસ્સા તમે સાંભળ્યા હશે કે ઓનલાઈન એપ મારફતે લોન લેવાની લ્હાયમાં લોકોના હજારો લાખો રૂપિયા ફસાયા હોય.. આ એપ્લીકેશનથી સરળ શરતો સાથે લોન આપવાની લોભામણી લાલચો આપી લોકોને ફસાવવામાં આવે છે અને પછી તેમના રૂપિયા ચાંઉ કરી જાય છે તો સ્થિતિથી બચવા RBIએ એડવાઈઝરી બહાર પાડી છે કે, તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું...

કઈ બાબતોનું રાખશો ધ્યાન 

  • ભ્રામક ગતિવિધિઓ સામે સતર્ક રહેવું

  • મોબાઈલ એપથી લોન આપતી કંપનીની બધી વિગતો મેળવવી

  • અનઅધિકૃત એપ સાથે KYCની વિગતો શેયર ન કરવી

  • https:achet.rbi.org.in પર કરી શકો છો ફરિયાદ

  • એપ ડાઉનલોડ કરતા પહેલા તેની માર્ગદર્શિકા કાળજીપૂર્વક વાંચો

  • એપને ફોનનો વ્યક્તિગત ડેટા લેવાની મંજૂરી ન આપો

  • બેંક અથવા નોન બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીની એપ્લિકેશન પર જ જાઓ


કેવી રીતે થાય છે છેતરપિંડી

હવે એ સમજીએ કે આ એપ્લિકેશન લોકો સાથે છેતરપિંડી કેવી રીતે કરે છે. તે જાણીએ. આ એપ્લિકેશન દ્રારા સરળ રીતે લોન આપવાની લોભામણી જાહેરાત અપાઇ છે. જેના ચુંગાલમાં લોન લેવા ઇચ્છનાર ગ્રાહક ફસાઇ છે.

કેવી રીતે કરાય છે છેતરપિંડી 

  • સરળ શરતોથી સહેલાઈથી મળે છે લોન

  • માત્ર આધારકાર્ડના આધાર પર જ લોન મળે

  • મોટું વ્યાજ અને અન્ય ચાર્જ વસૂલાય

  • ગ્રાહકોના મોબાઈલમાંથી અંગત વિગતો મેળવાય

  • ફોટો, મેસેજ વાયરલ કરવાની ધમકી અપાય