નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે કહ્યું કે, કોરોના વાયરસના કારણે ફેલાયેલી મહામારીના કારણે દુનિયાની અર્થવ્યવસ્થાની ઝડપ ધીમી પડી શકે છે. આઇએમએફે કહ્યું કે, તેનાથી ગ્લોબલ જીડીપીની ગ્રોથ રેટમાં 0.1થી 0.2 ટકા ઘટાડો આવી શકે છે.

આઇએમએફના મેનેજમેન્ટ ડિરેક્ટર ક્રિસ્ટલિના જોર્જિવાએ કહ્યું કે, આ વર્ષે કોરોના  વાયરસના કારણે ફેલાયેલી વૈશ્વિક આર્થિક વૃદ્ધિને નુકસાન પહોંચી શકે છે. પરંતુ ત્યારબાદ ઝડપથી આર્થિક સુધારો જોવા મળશે. તેઓ દુબઇમાં ગ્લોબલ વીમેન્સ ફોરમમાં રવિવારે બોલી રહ્યા હતા. તેમણે કહ્યુ કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસ દરમાં ઘટાડો આવી શકે છે. અમારા અંદાજ અનુસાર, આ ઘટાડો 0.1-0.2 ટકાની આસપાસ રહેવાની સંભાવના છે.

નોંધનીય છે કે રેટિંગ એજન્સી મૂડીઝે ઇનવેસ્ટર્સ  સર્વિસે વર્ષ 2020 માટે ભારત અને ચીનના જીડીપીનો ગ્રોથ અંદાજ ઘટાડી દીધો છે. મૂડીઝે કહ્યું કે નોવેલ કોરોના વાયરસના પ્રકોપના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં જે ઘટાડો આવ્યો છે જેના કારણે ભારતનો જીડીપી ગ્રોથની તેજીમાં ઘટાડો થશે.